15 રૂપિયાના માસ્કની કિંમત આસમાને, માસ્ક બનાવતી કંપનીને કાળાબજારથી લીલાલહેર – જાણો કેટલી છે કિંમત

ચીનમાંથી ફેલાયેલો કોરોના વાઈરસ હાલમાં અનેક દેશોમાં પહોચી ગયો છે. લોકોમાં કોરોનાનો કાલ્પનીક ભય ફેલાયો છે જેનો સૌથી વધુ ગેરલાભ દવાના વેપારીઓ ઉઠાવી રહ્યા છે. વડોદરામાં સ્થિતિ એવી છે કે લોકો માસ્ક લેવા માટે પડાપડી કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ, માસ્કની કિંમતમાં પણ 100%નો જંગી વધારો થયો છે. જેની સામે સરકારી તંત્ર અને કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન ચુપચાપ હોવાથી કાળા બજારના આ ધંધામાં તેમના આશીર્વાદ હોવાની શંકા ઉભી થઇ રહી છે. કોરોના વાઈરસના ડરથી માસ્કના બજારમાં તેજી આવી ગઈ છે. તેને ડર કહો કે સતર્કતા, બજારમાં માસ્કની માંગ અનેકગણી વધી ગઈ છે. દેશમાં રૂ. 200 કરોડની માસ્ક ઈન્ડસ્ટ્રી બે જ મહિનામાં રૂ. 400 કરોડની થઈ ગઈ છે.

કોરોના વાઈરસથી બચવા માટે બજારમાં માસ્કની ઝડપથી વધતી માંગના કારણે અમદાવાદમાં ચાંગોદરમાં અચાનકથી માસ્ક બનાવતી કંપનીનું ઉત્પાદન વધી ગયુ છે રોજના બે શિફ્ટમાં કામ કરીને માણસો 2 લાખથી વધુ માસ્ક બનાવી રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં તેનું ઉત્પાદન અનેકગણું વધી ગયું છે. એક ફેક્ટરીના ટેકનિકલ હેડ આશિષ કોટડિયાના કહેવા પ્રમાણે, સામાન્ય દિવસોમાં અહીં ધૂળના પ્રદૂષણથી બચી શકાય એવા 80 હજાર માસ્ક બનતા, પરંતુ હવે તે બનાવવાનું બંધ કરીને એન્ટિ વાઈરસ માસ્ક બનાવાઈ રહ્યા છે. તે પણ રોજના બે લાખ. અત્યંત સુરક્ષિત મનાતા પાંચ લેયરના માસ્ક પણ પ્રતિદિન 25 હજાર બનાવાઈ રહ્યા છે, જે પહેલા દર મહિને માંડ 40 હજાર બનતા. અમારી 40 લોકોની ટીમ બે શિફ્ટમાં માસ્ક બનાવી રહી છે. અહીંથી અન્ય રાજ્યોમાં પણ માસ્ક સપ્લાય કરાય છે. નોંધનીય છે કે, કોરોના વાઈરસના ડરથી દેશભરમાં માસ્કની માંગ વધી રહી છે.

5 લેયરવાળા N95 માસ્ક હોય છે સૌથી સુરક્ષિત

કોરોનાના ભયના કારણે લોકો માસ્ક લેવા માટે મજબૂર બન્યા છે. વડોદરામાં શું સ્થિતિ છે તે જાણવા માટે વડોદરાના કેટલાક મેડિકલ સ્ટોરના સંચાલકો અને માસ્કની ખરીદી કરવા આવેલા લોકો સાથે વાત કરતા જાણવા મળ્યુ કે, વડોદરામાં તો માસ્કના કાળા બજાર થઇ રહ્યા છે. કોઇ પણ પ્રકારના વાયરસને શ્વાસમાં જતા રોકવા માટે ખાસ એન-૯૫ પ્રકારના માસ્કની જરૂર પડે.

સિંગલ લેયરનું કોટનનું સામાન્ય માસ્ક બેઝીક માસ્ક છે જે બજારમાં રૂ. 7થી 10માં વેચાતું હતું તેની કિંમત હવે 20થી 30 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ટ્રિપલ લેયરનું રૂા, 15ની કિંમતના માસ્કની કિંમત 30થી 40 રૂપિયા થઈ ગઈ છે. એન 95 માસ્કની તો રીતસર પડાપડી થાય છે. આ માસ્કનો સૌખી વધુ ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ફિલ્ટર ક્લિપ હોય છે જેને કારણે બેક્ટેરિયા કે વાયરસને શ્વાસમાં જતા અટકાવે છે.

કોરોનાના કારણે માસ્કની ડિમાન્ડ વધી ગઈ

આ પ્રકારનો માસ્ક અગાઉ બજારમાં ૬૫ થી ૭૦ રૃપિયામાં મળતો હતો પરંતુ કોરોનાના ડરના કારણે માસ્કની ડિમાન્ડ વધતા જ માસ્ક બનાવતી કંપનીઓે, ડિસ્ટ્રિબ્યૂટર્સે અને વેપારીઓેની સિન્ડિકેટ બની ગઇ છે અને ગ્રાહકોને લૂંટવાની યોજના બનાવી લીધી છે. હાલમાં વડોદરામાં એન-૯૫ પ્રકારના માસ્ક રૂ.૨૨૫ થી ૨૫૦ની કિંમતમાં મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *