Kanyakumari Glass Bridge: તમિલનાડુના કન્યાકુમારીમાં સમુદ્ર ઉપર દેશના સૌપ્રથમ ગ્લાસ બ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ કાચનો પુલ 77 મીટર લાંબો અને ૧૦ મીટર પહોળો છે. જે કન્યાકુમારીના કિનારે વિવેકાનંદ રોક મેમોરિયલ અને 133 ફૂટ ઊંચી તિરુવલ્લુંર પ્રતિમાને (Kanyakumari Glass Bridge) જોડે છે. સોમવારે સાંજે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન એ આ પુલનું ઉદઘાટન કર્યું હતું. તમે પણ જાણો આ પુલની વિશેષતાઓ.
દેશનો સૌપ્રથમ પુલ
કન્યાકુમારીના સમુદ્ર તટ પર બનેલા આ કાચના ફૂલને દેશનો સૌપ્રથમ પુલ ગણવામાં આવે છે. આ પુલ પર્યટકોને વિવેકાનંદ રોક મેમોરિયલ અને તિરુવલ્લુર પ્રતિમાને જોડે છે. આ પુલનું ઉદઘાટન સોમવારના રોજ મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન દ્વારા કરવામાં આવ્યું હતું. આ પુલ પરથી નીચેનો નજારો અદભુત દેખાય છે. આ ઉપરાંત ચારેય તરફ રહેલા સમુદ્રને પણ જોઈ શકાય છે.
37 કરોડ રૂપિયાનો ખર્ચો
તમિલનાડુ સરકાર તરફથી આ કાચના પુલના નિર્માણ માટે 37 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી એમ કે સ્ટ સ્ટાલિનએ પુલનું ઉદઘાટન દિવગંત મુખ્યમંત્રી એમ કરુણા નિધિ દ્વારા તિરુવલ્લુંર મૂર્તિના સ્થાપનાના રજત જયંતિના દિવસે ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટનમાં મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, રાજ્યના મંત્રી, સાંસદો અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. તેઓ તમામે આ પુલ ઉપર ચાલીને મુલાકાત લીધી હતી.
પર્યટનને પ્રોત્સાહિત કરવાનો હેતુ
આ કાચના પુલને તમિલનાડુના મુખ્યમંત્રી દ્વારા એક દૂરદર્શી વિચારના રૂપે પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે. તેનો હેતુ પર્યટકોને આધુનિક સુવિધા આપવાનો છે. આ પગલું કન્યાકુમારીને એક મુખ્ય પર્યટન સ્થળ રૂપે વિકસિત કરવા માટેના પ્રયાસનો એક ભાગ છે. જણાવી દઈએ કે આ કાચના પુલને અત્યાધુનિક ટેકનીકથી બનાવવામાં આવ્યો છે. જેનાથી ખારી હવા, કાટ અથવા સમુદ્ર પવન સહિત કઠણ વાતાવરણની પરિસ્થિતિમાં પણ અડીખમ ઉભો રહેશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App