રાજસ્થાનના મલવાસનું યુવાન કપલ વગર ચપલે 19 હજાર કિમીનું પગપાળા અંતર કાપી કપલ પાવાગઢ પહોચતા હતા. પાવાગઢમાં પહોંચ્યા બાદ મનોજ જોશી પરિવારને ત્યાં બે દિવસ રોકાઈ ડુંગર પર બિરાજમાન મહાકાળીના દર્શન કરીને કપલ રાજસ્થાન પરત ફર્યું હતું. ગુજરાતના લોકો કલ્ચરની પ્રભાવિત થઈ આ કપલ 32 રાજ્યોનું ભ્રમણ કરી ગુજરાત આવ્યું હતું.
રાજસ્થાનના મલવાસના ભવાનીસિંગ લક્ષમનસિંગ રાજપૂત અને તેમની પત્ની સુમન કવરને વિચાર આવ્યો હતો કે, આપણે પુરા ભારત દેશનું પગપાળા ભ્રમણ કરી જુદા જુદા રાજ્યોમાં રહેતા લોકો વિષે જાણીએ. ખાટું શ્યામજી મંદિરે પૂજા કરી વગર ચપલે ભારત ભ્રમણની શરૂઆત કરી હતી. 32 રાજ્યો બાદ આ કપલ ગુજરાતના પાવાગઢ આવી પોહચ્યું હતું .
જ્યાં જોશી પરિવારે પોતાના ઘરે રહેવાની વ્યવસ્થા કરી સેવા કરતા રાજસ્થાની કપલ ના માનસ પર ગુજરાત પ્રત્યે એક અલગ છાપ ઉભી કરી હતી. ત્રણ મહિના પછી આ કપલ ઘરે પોહચશે. દરેક રાજ્યમાં લોકોએ સારો આવકાર આપી સહયોગ આપ્યો હતો.
પાવાગઢ એક પર્વતીય પ્રદેશ છે જે પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં વડોદરાથી ૪૬ કિલોમીટર દૂર પંચમહાલ જિલ્લામાં આવેલ છે. મહાકાળી મા ના મંદિર અહીંનું સૌથી પ્રસિદ્ધ સ્થળ છે. અહીં રોજ હજારો શ્રદ્ધાળુ મા ના દર્શને આવે છે. અહીંની ગામથી રીતભાત અને ભાતિગળ સંસ્કૃતિનો લોક વારસો આવેલો છે. અહીંનો ચાંપાનેર પાવાગઢનો ગ્રામ્ય વિસ્તાર UNESCO ના વિશ્વ ધરોહર સ્થળની યાદીમાં સ્થાન પામેલો છે.
પૌરાણિક માહાત્મ્યઃ સ્કંદ અને હરિવંશ પુરાણ અનુસાર, દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં વગર આમંત્રણે ગયેલા તેમનાં પુત્રી પાર્વતીનું દક્ષે અપમાન કરતાં પાર્વતીએ યજ્ઞની વેદીમાં કૂદીને પ્રાણત્યાગ કર્યો. આથી ક્રોધે ભરાયેલા શંકરે ખભા પર પાર્વતીનો દેહ ઉઠાવીને તાંડવ નૃત્ય આદર્યું. શંકરના ક્રોધથી સૃષ્ટિને બચાવવા ભગવાન વિષ્ણુએ ચક્ર વડે પાર્વતીના દેહના ટૂકડા કરવા માંડ્યા. એ વખતે જે ટૂકડો જ્યાં પડ્યો એ સ્થાન શક્તિપીઠ તરીકે ઓળખાય છે. પાવાગઢ પણ એવી જ એક શક્તિપીઠ છે.
ગરુડ પુરાણ અનુસાર પાવાગઢ અને તેની આસપાસની નિર્જન પહાડીઓ રાજર્ષિ વિશ્વામિત્રીનું સાધનાક્ષેત્ર હતું. વિશ્વામિત્રે પોતાના તપોબળથી આ પાવાગઢની ખીણમાં પોતાની શક્તિઓ વહાવીને ટોચ પર સ્વહસ્તે કાલિકા માતાની સ્થાપના કરી હતી. આ કથાની સાહેદી પૂરતી વિશ્વામિત્રી નદી આજે પણ પાવાગઢમાંથી નીકળે છે.
પાવાગઢનો કિલ્લો અત્યંત મુશ્કેલ અને અભેદ ગણાતો હતો. પરંતુ અમદાવાદના શાસક મહંમદે જુનાગઢ ઉપરાંત પાવાગઢને પણ પરાસ્ત કરવામાં સફળતા મેળવી હતી. બે ગઢ જીત્યા હોવાથી તે બેગઢો-બેગડો કહેવાયો હતો.
મહંમદ બેગડા સામેના યુદ્ધમાં પાવાગઢના શાસક પતાઈ રાવળનું પતન થયું હતું. એ વખતે મહંમદના સૈન્યે મહાકાળીના મંદિરને ભારે હાનિ પહોંચાડી હતી. એ પછી દોઢસો વર્ષ સુધી મંદિર જિર્ણ અવસ્થામાં રહ્યા બાદ વડોદરાના ગાયકવાડે તેનો પુનરોદ્ધાર કરાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.