Surat Consumer Court fines builder: સુરત શહેરના લસકાણા રોડ ખોલવડ વિસ્તારમાં આવેલ સેવન સ્ટાર લિમિટેડના પ્રોજેક્ટ સ્ટાર પવિત્ર નગરીમાં વિવિધ સુવિધાઓ આપવાના નામે ફ્લેટનું વેચાણ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર 48 ફ્લેટ ધારકોએ જાહેરાતમાં (Surat Consumer Court fines builder) જણાવ્યા મુજબ સુવિધા ન મળતા ગ્રાહક કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
જેમાં સ્ટાર પવિત્ર નગરીના A-1 બિલ્ડિંગમાં પહેલા માળે રહેતા કુરજીભાઈ તેજાભાઈ ઉસદડિયાએ તેમના વકીલ સોનલ તિવારી, અજય જાંગીડ,સુનીતિ પ્રિયદર્શની મારફતે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જે ફરિયાદમાં સ્ટાર પવિત્ર નગરીમાં સામાન્ય સુવિધાઓ જેવી કે બેન્કવેટ હોલ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મંદિર તથા યોગા ગાર્ડન, સીટિંગ જેવી વિવિધ સુવિધા કહેવા પ્રમાણે આપવામાં આવેલ નથી.
આ બાબતે વકીલોની ટીમએ કોર્ટમાં ધારદાર રજૂઆત કરતા જણાવ્યું હતું કે બિલ્ડરે જાહેરાત તેમજ પેમ્પલેટ દ્વારા ફ્લેટ ખરીદનારને વિવિધ સુવિધાઓ મળશે તે પ્રમાણે જણાવવામાં આવ્યું, જેથી આ જાહેરાત પર વિશ્વાસ રાખી લોકોએ ફ્લેટનું બુકિંગ કર્યું હતું. કોર્ટે વિવિધ દલીલો સાંભળી અને એવું માન્યું કે પેમ્પ્લેટમાં જે જણાવવામાં આવ્યું છે તેમાં યોગા ગાર્ડન, બેન્કવેટ હોલ મંદિર તથા જીમ તેમજ ચિલ્ડ્રન ગાર્ડન વગેરેની સગવડતા આ જાહેરાતમાં છાપવામાં આવેલ છે તે સુવિધા આપવાની જવાબદારી બિલ્ડરની છે.
એવું જણાવતા કોર્ટે હુકમ કર્યો હતો કે જેટલા પણ ફ્લેટ ધારકોએ રજૂઆત કરી છે તે બધાની ફરિયાદ કોમન છે. જે અંગે કુલ 45 કરતા પણ વધારે ફરિયાદ દાખલ થયેલ છે. આ તમામ ફરિયાદનો હુકમ એક જ રહેશે.
કોર્ટે હુકમ સંભળાવતા કહ્યું હતું કે બિલ્ડરે સંયુક્ત અને વિભક્ત રીતે ફરિયાદીને કમ્પાઉન્ડ તથા જીમ તેમજ ચિલ્ડ્રન પ્લે એરીયા અને મંદિર તેમજ યોગા ગાર્ડન તથા ગજીબો સીટીંગ વગેરેની સુવિધા હુકમની તારીખના 3 મહિનાની અંદર બાંધકામ કરાવી દેવાનું રહેશે.
આ ઉપરાંત બિલ્ડરે તમામ ફરિયાદીઓના માનસિક ત્રાસ હેરાનગતિ તથા અગવડના રૂપિયા 25,000 ચૂકવવાના રહેશે. આ ઉપરાંત બિલ્ડરે ફ્લેટ ધારકોને કોર્ટની અરજીમાં અને વકીલમાં જે કંઈ પણ ખર્ચો થયો હશે તેના 5000 રૂપિયા દરેક ફ્લેટ ધારકોને ચૂકવવાના રહેશે.
આ રકમ ચૂકવવા માટે બિલ્ડરને કોર્ટે 30 દિવસનો સમય આપવામાં આવેલ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App