ગુજરાત: ગાયને પેટમાં થઇ રહી હતી અસહ્ય પીડા, ડોકટરે ઓપરેશન કર્યું તો પેટમાંથી નીકળ્યું એવું કે…

ગાયને આપણે સૌ માતા તો કહીએ છીએ પણ શું તેમની કાળજી, તેમની સંભાળ આપણે રાખીએ છીએ? શું આપણે રખડતી ગાયને ખાવા આપ્યું છે? તેમના વિશેની લાગણી અને દયાભાવને સમજી છે? ભારત દેશમાં કેટલીય ગાયો એવી છે જેમને ખાવા નથી મળતું અંતે તે પ્લાસ્ટીકનો કચરો ખાઈને પોતાનું પેટ ભરે છે. આ પ્લાસ્ટીકના કચરાની અંદર કાચના ટુકડાઓ, રબર, ખીલ્લીઓ અને અન્ય કેટલાય પદાર્થો હોય છે જે ગાયના શરીરને ખુબ જ નુકસાન કરે છે.

ત્યારે આવી જ એક ઘટના સોડાલ પાજરાપોળમાં રખડતી એક ગાયનો કિસ્સો સામે આવ્યો છે. રખડતી ગાયના પેટમાંથી પ્લાસ્ટિક, લોખંડની ખીલ્લી અને કાચના ટુકડા તથા અન્ય પદાર્થો કાઢીને તેમનું જીવન બચાવવામાં આવ્યું હતું. ડોક્ટર રાકેશ પુનિયા અને તેમની 7 સભ્યોની ટીમ દ્વારા આ ગાયને બે દિવસ સારવાર કર્યા બાદ તેમજ દવા કર્યા બાદ મંગળવારના રોજ રૂમિનોટોમી ઓપરેશન કરવામાં આવ્યું હતું.

ગાય માતાનું ઓપરેશન સતત ૩ કલાક સુધી ચાલ્યું હતું અને તે દરમિયાન તબીબો અને તેમની ટીમ દ્વારા ગાયના પેટમાંથી ૫૦ કિલ્લો પ્લાસ્ટીકની થેલીઓ, કાચના ટુકડાઓ, ખીલ્લીઓ સહીત ૩૫ થી વધુ બોટલોના ઢાકણ ગાયના પેટમાંથી ઓપેરેશન દરમિયાન બહાર કાઢવામાં આવ્યા હતા.

પશુ ચિકિત્સક રાકેશ પુનીયાએ જણાવતા કહ્યું છે કે, ગાયના ઓપરેશન દરમિયાન તેમના પેટમાંથી પ્લાસ્ટીકનો તમામ કચરો બહાર કાઢવામાં આવ્યો હતું. ખુબ જ મોટા પ્રમાણમાં ગાયમાં ફોરેન બોડી મળ્યું તે ચોંકાવનારી બાબત સામે આવી હતી. ગાયમાતાના ઓપરેશન દરમિયાન ડોક્ટરોના રૂવાડા પણ ઉભા થઇ ગયા હતા. ખુબ જ ભારે જહમત બાદ ગાયના શરીરમાંથી કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ગાયનું ઓપરેશન સફળ રહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *