સુરતમાં પ્રેમસબંધ અસફળ થતા પ્રેમીએ હાથ પર બ્લેડ મારી, લોહીલુહાણ હાલતમાં ફોટા પાડી પ્રેમિકાને મોકલ્યા

સુરત(ગુજરાત): હાલમાં સુરત(Surat)માંથી એક ચક્ચારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સરથાણા(Sarthana)માં કિશોરીએ યુવક સાથે પ્રેમસંબંધ કાપી નાખતાં યુવક કિશોરીને હેરાન કરી તેના હાથ પર બ્લેડ…

સુરત(ગુજરાત): હાલમાં સુરત(Surat)માંથી એક ચક્ચારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સરથાણા(Sarthana)માં કિશોરીએ યુવક સાથે પ્રેમસંબંધ કાપી નાખતાં યુવક કિશોરીને હેરાન કરી તેના હાથ પર બ્લેડ મારી લોહીલુહાણ હાથના ફોટો કિશોરીને મોકલીને ધમકી આપતો હતો. સરથાણા પોલીસ મથકે(police station)થી પ્રાપ્ત વિગતો મુજબ સરથાણાના યોગીચોક(Yogichok)માં એક પરિવાર રહે છે. દંપતીને એક પુત્ર અને 17 વર્ષની પુત્રી મોનિકા(Monika)(નામ બદલ્યું છે) છે. મોનિકા કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. અને તેને તે જ વિસ્તારમાં રહેતા દર્શન મહેશ વેકરીયા(Darshan Mahesh Vekaria) સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.

મળતી માહિતી મુજબ, મોનિકાના પરિવારને તેના પ્રેમસંબંધની ખબર પડતા મોનિકાની માતાએ સમજાવ્યું હતું. તેથી મોનિકાએ દર્શન સાથે સંબંધ તોડી નાખ્યો હતો અને દર્શનને વાત કરવાની અને મળવાની ના પાડી હતી. તેમ છતાં દર્શન મોનિકાને વાત કરવા દબાણ કરતો હતો. તે પોતાના હાથને બ્લેડ મારી લોહીલુહાણવાળા હાથનો ફોટો મોનિકાને મોકલતો હતો.

આ સાથે જ તે મેસેજ કરતો હતો કે જો તુ મારી સાથે નહીં બોલશે તો મરી જઈશ અને તારા ભાઈને રસ્તામાં મારીમારીને ભુત બનાવી દઈશ. તે વાત નહીં કરતી હતી ત્યારે બહેનપણીને ફોન કરીને મોનિકા સાથે વાત કરવા દબાણ કરતો હતો. મોનિકાએ ઘરે વાત કરી હતી. મોનિકાની માતાએ દર્શન વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ઇન્સ્પેક્ટર એમ. કે. ગુર્જર દ્વારા ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

યુવતીના પરિવારજનોને તેના પ્રેમસંબંધની જાણ થતાં કિશોરે દર્શન યુવક સાથે પ્રેમસંબંધ તોડી નાખ્યો હતો. તેની સાથે વાત કરવાની અને મળવાની ના પાડી દીધી હતી. તેમ છતાં દર્શન તેની પાછળ જતો અને હેરાન કરતો અને તેને વાત કરવા માટે દબાણ કરતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *