સામે આવ્યો ગ્રિષ્મા વેકરિયા હત્યાકાંડના આરોપીનો ગુનાહિત ઇતિહાસ, એવા-એવા ન કરવાના કામ કરતો હતો કે…

સુરત(SURAT): શહેરના કામરેજના પાસોદરા પાટિયા નજીક એકતરફી પ્રેમમાં પાગલ માથાભારે યુવકે યુવતીને જાહેરમાં ગળું કાપીને હત્યા કરી નાખી હતી. હત્યારાએ ગ્રીષ્માની માતા અને ભાઈનીનજર સામે જ ગ્રિષ્માનું ગળું કાપી હત્યા કરી નાખી હતી. જાહેરમાં બનાવ બનતા તથા હત્યાનો વીડિયો ફરતો થતા માત્ર સુરત અને રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. સુરત ‘ગ્રીષ્મા હત્યાકાંડ’ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણી તરફે ભારે ફીટકાર વરસી રહી છે. ફેનિલ ગોયાણી કોલેજની શરૂઆતથી જ ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતો હતો.

મળતી માહિતી અનુસાર, ફેનિલ ગોયાણી સુરતના વેલન્જા વિસ્તારમાં સ્મોકિંગ ઝોન અને couple box ચલાવતો હોવાનું સામે આવ્યું છે. ગેરકાયદે કપલ બોક્સ કાફે ચલાવતો હતો. જ્યારે કોલેજકાળમાં છોકરીઓની છેડતી કરવી તેના માટે સામાન્ય બાબત હતી. કોલેજ કેમ્પસમાં હથિયારો લઈને દાદાગીરી પણ કરતો હોવાનું સામે આવ્યું છે. ફેનિલ સુરતની અમરોલી વિસ્તારની આર.વી પટેલ કોલેજના બીકોમમાં અભ્યાસ કરતો હતો. જૂન 2020માં કોલેજના પ્રથમ વર્ષમાં જ પૂરતી હાજરી ન હોવાને કારણે તેને પરીક્ષા આપતો અટકાવી દેવાયો હતો. તેનું ફોર્મ વિથડ્રોલ કરાવી દેવાયું હતું. યુવતી પણ એ જ કોલેજમાં બીકોમમાં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે. ફેનીલ માત્ર આ જ યુવતી નહીં. પરંતુ, અન્ય યુવતીઓ સાથે પણ ફરતો દેખાતો હોવાનું જાણવા મળી રહ્યું છે.

કોલેજમાં થી મળતી માહિતી અનુસાર, મહિનામાં એકાદ બે વાર જ કોલેજ જતો હતો. કોલેજમાં ગયા બાદ પણ તે વર્ગખંડમાં જવાને બદલે કેમ્પસમાં બેસી રહેતો હતો. ફેનિલ પોતાના ગજવામાં તિક્ષ્ણ હથિયારો લઈને કોલેજમાં આવીને જાણે રૌફ જમાવવાનો પ્રયાસ કરતો હોય એ પ્રકારે કેમ્પસમાં ફરતો હતો. છોકરીઓની છેડતી કરતો હોવાનું સામે આવ્યું છે. તેની સાથે ભણતા વિદ્યાર્થીઓ સાથે થયેલી વાતચીત પ્રમાણે તેમણે કહ્યું કે, ફેનિલ કેમ્પસમાં જ બેસી રહેતો હતો અને ત્યાં આગળ તે લુખ્ખાગીરી કરતો હતો. ફેનીલ ને જાણે કોઈનો ડર ન હોય તે રીતે છોકરીઓને પણ હેરાન કરતો આસપાસથી પસાર થતી છોકરીઓને પણ શાબ્દિક રીતે છેડતી કરતો હતો. નજીકના મિત્રો એ તેમના નામ આપ્યા વગર કહ્યું છે કે, તે ઘણી છોકરીઓ સાથે પણ સંપર્કમાં હતો અને તેમની સાથે પણ તેના અફેર હોવાની વાતો સામે આવી હતી.

ફેનીલ ગોયાણી કપલ બોક્સ ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં તે કોલેજના યુવક યુવતીઓને બેસવાની સૂવાની અને બીજી વ્યવસ્થા કરી આપતો હતો. સેવન સ્ટાર નામથી કપલ બોક્સ કાફે કાપોદ્રા વિસ્તારના સ્કાય લાર્ક શોપિંગ સેન્ટરમાં ચલાવતા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ત્યારબાદ મોટા વરાછા વિસ્તારમાં આવેલા એટલાન્ટા મોલમાં સેવન સ્ટાર કાફે નામથી બીજાનું કપલ બોક્સ ચલાવતો હતો. સેવન સ્ટાર કાફેમાં ચાલતાં કપલ બોક્સ કોલેજીયન યુવક-યુવતીઓને ભાડેથી આપતા હતા.જેનો મસમોટો ચાર્જ પણ વસૂલવામાં આવતો હતો. સેવન સ્ટાર કાફે કપલ બોક્સમાં ફેનિલ સાથે અન્ય લોકો પણ સંડોવાયેલા છે. તેમાં રોકાણ કરનારાઓની તપાસ થવી આવશ્યક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *