આજકાલ એવાં ઘણાં કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં લગ્ન બાદ સાસરિયાઓ દ્વારા પરિણીતા પાસેથી કરિયાવરની માગણી કરીને પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોય છે. આ દરમિયાન અમદાવાદમાં સસરા અને પુત્રવધૂના સંબંધને કલંક લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પરિણીતા દ્વારા તેના સસરા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પરિણીતાએ આરોપ લગાવ્યો છે કે, જ્યારે તે ઘરનું કામ કરતી હતી ત્યારે સસરા તેની પાસે આવ્યા અને તેને બાથમાં જકડી લીધી અને ત્યારબાદ છેડતી કરી હતી અને કહ્યું હતું કે, આજે મને મોકો મળ્યો છે એકવાર તારી સાથે સુઈ જવા દે. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે અને પોલીસ દ્વારા પરિણીતાની ફરિયાદ લઈને સસરા સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના બાપુનગર વિસ્તારમાં 34 વર્ષની મનીષા તેના સાસુ-સસરા અને પતિ સાથે રહે છે. મનીષાનો પતિ અમદાવાદ મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તે સવારે સાત વાગ્યે નોકરી પર ચાલ્યો જાય છે. તેથી પરિણીતાની એકલતાનો લાભ ઉઠાવીને મનીષાના સસરા જ્યારે પરિણીતા ઘરના રસોડામાં કામ કરતી હતી ત્યારે રસોડામાં આવ્યા હતા અને ત્યારબાદ અચાનક જ પાછળથી મનીષાને બાથમાં ભીડી લીધી હતી અને અલગ-અલગ અંગો પર સ્પર્શ કરી શારીરિક છેડતી કરી હતી.
અંતે સસરાએ તમામ મર્યાદાઓને હટાવીને પરિણીતાની સાડી ખેંચી લીધી હતી પરંતુ, પરિણીતાએ પ્રતિકાર કરતા સસરાએ સાડી છોડી દીધી હતી. ત્યારબાદ સસરાએ મનીષાને કહ્યું હતું કે, ઘણા દિવસે આજે મોકો મળ્યો છે મને એકવાર તારી સાથે સુઈ જવા દે. આ ઉપરાંત સસરાએ મનીષાને ધમકી આપતા કહ્યું હતું કે, જો તું મારું કહેલું નહીં કરે તો હું તને બદનામ કરી નાંખીશ અને આ વાતની જાણ કોઈને કરશે તો તને મારી નાંખીશ.
મનીષાએ સસરાની ધમકીથી નહીં ડરીને બૂમાબૂમ કરી હતી. જેથી તેનો 15 વર્ષીય દિયર જાગી ગયો હતો અને તે દોડીને પોતાના રૂમની બહાર આવી ગયો હતો. દીકરાને આવી જતો જોઈને સસરા ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ મનીષા દ્વારા સમગ્ર મામલે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેથી પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. જાણવા મળ્યું છે કે, આ અંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ સસરા સામે ફરિયાદ નોંધાવી હતી. તેથી પોલીસ દ્વારા સસરા સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.