હાલમાં દેશના PM મોદીને લઈ એક સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્યમાં આવેલ સુરત શહેરના બાળકો હંમેશા કઈક નવું કરી બતાવતા હોય છે ત્યારે હાલમાં પણ સુરતમાંથી આવા જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. PM નરેન્દ્ર મોદી હંમેશા પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી સમય કાઢી લોકોને તેમના પત્રોનો જવાબ આપે છે અને તેમનું મનોબળ વધારે છે.
જો કે, આ વખતે પ્રધાનમંત્રીએ જે પત્રનો જવાબ આપ્યો છે તે ખૂબ જ ખાસ છે. વાસ્તવમાં પ્રધાનમંત્રીએ આ પત્ર લખ્યો છે સુરતમાં રહેતી વિદ્યાર્થીની વંદના માટે કે, જેણે દિવાળી પર પ્રધાનમંત્રીની એક ખૂબ જ સુંદર રંગોળી બનાવી તેનો ફોટો પ્રધાનમંત્રીને મોકલ્યો હતો.
આમ તો વંદના ન તો સાંભળી શકે છે અને ન તો તે બોલી શકે છે પરંતુ વંદનાએ પ્રધાનમંત્રીની જે રંગોળી બનાવી છે તે એટલી જીવંત છે, જાણે તે પોતે બોલી ઉઠશે. વંદનાને લખેલા પત્રમાં પ્રધાનમંત્રી મોદીએ તેનો જુસ્સો વધારતા કહ્યું કે, જીવનમાં મુશ્કેલીઓ અને અડચણો આવતી રહે છે.
આપણે તે વિપરીત પરિસ્થિતિમાં પણ જો હિંમત ન હારીએ અને તેનો હિંમતપૂર્વક સામનો કરીએ તો હકીકતમાં એ જ આપણી જીત છે. પ્રધાનમંત્રીએ પત્રમાં આગળ વંદનાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે અને આશા વ્યક્ત કરી છે કે, તે શિક્ષણ અને કળાના ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે. આ પહેલા વંદનાએ પત્ર લખીને પ્રધાનમંત્રીને તેના પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle