આ ઘોર કળયુગમાં મોગલ માંના પરચા અપરંપાર છે. કહેવાય છે કે, માં મોગલ પર આસ્થા અને વિશ્વાસ હોય તો કંઈપણ અશક્ય કાર્ય શક્ય બની જાય છે. તેમાં પણ કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લાખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે.
ત્યાં મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે. ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે.
ત્યારે હાલ વધુ એક પરિવાર પોતાની રાખેલી માનતા પુરી કરવા કાબરાઉ મોગલધામ આવી પહોચ્યા હતા. આ દરમિયાન તે પરિવારે જણાવ્યું હતું કે મારી દીકરીનો ત્રણ તોલાનો સોનાનો હાર ખોવાઈ ગયો હતો. તેમજ તેમના દીકરીની સોનાની વીંટી પણ સાથે ખોવાઈ ગઈ હતી.
જેને પગલે પરિવારે ઘરેથી માં મોગલને યાદ કરીને માનતા રાખી હતી. તેમણે કહ્યું હતું કે અમારો હાર મળી જશે તો અમે પાંચ હજાર એકવાન રૂપિયા મંદિરે આવીને મૂકી જાશું અને માં મોગલના દર્શન કરીશું ત્યારે માનતા માન્યાના તેમને થોડાક સમયમાં હાળ મળી જતા તે પરિવાર ખુશ ખુશાલ થઈ ગયો હતો. તેમજ કાબરાઉ મોગલધામ દર્શનાર્થે આવી પહોચ્યા હતા.
આ પછી તેઓએ મંદિરમાં આવીને માં મોગલને પાંચ હજાર એકાવન અર્પણ કર્યા હતા. આ દરમિયાન મણીધર બાપુએ તેમને એક રૂપિયો ઉમેરીને પૈસા પરત આપ્યા અને કહ્યું તારી માનતા ૫૧ ઘણી સ્વીકારી લીધી છે. એટલે જ તો કહેવાય છે કે, માં મોગલની સાથે જેનો આસ્થાનો દોરો બંધાઈ જાય, માં મોગલ તેનો વાળ પણ વાકો થવા દેતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.