લોકો તેમના પ્રિયજન સાથે લગ્ન કરવા માટે ઘણી સીમાઓ વટાવે છે, પરંતુ યુએસએના ટેક્સાસમાં રહેતા એક વ્યક્તિએ તેની મંગેતર સાથે લગ્ન કરવા માટે બેંકને લૂંટી લીધી. હ્યુસ્ટનથી લગભગ 120 કિલોમીટરના અંતરે આવેલા ગ્રોવ્ટોનમાં, 36-વર્ષીય હીથ બમ્પસે તેના લગ્નની ચૂકવણી માટે બેંકમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ખરેખર, હીથ પાસે રીંગ અને રિસેપ્શન માટે ચૂકવણી કરવા માટે પૈસા નહોતા.
પોલીસના જણાવ્યા મુજબ લગ્નના ખર્ચ માટે નાણાંની વ્યવસ્થા કરવા માટે હીથે બેંકમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પાછળથી, જ્યારે હીથની મંગેતરને આ વાતની ખબર પડે છે, ત્યારે તે હીથને શરણાગતિ સ્વીકારવાની ખાતરી આપી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે સવારે હીથ એક શસ્ત્ર સાથે ગ્રોવટન નજીક સિટીઝન સ્ટેટ બેંકમાં પ્રવેશ કર્યો હતો અને ગનપોઇન્ટ પર કર્મચારીઓ પાસેથી પૈસાની માંગ કરી હતી. બેંકમાંથી પૈસા લૂંટી લીધા બાદ હીથ જંગલનાં રસ્તે ભાગવમાં સફળ રહ્યો હતો. તેના લગ્ન શનિવારે થવાના હતા.
પોલીસે આ ઘટનાનો વીડિયો ફેસબુક પર પોસ્ટ કર્યો હતો અને લોકોને અપીલ કરી હતી કે આરોપીને ઓળખવામાં આવે અને પોલીસને વહેલી તકે જાણ કરવામાં આવે. જ્યારે સોશ્યલ મિડીયા પર પોલીસે પોસ્ટ કરેલા વીડિયોમાં બમ્પસને જોઇને તેના મંગેતરને તેને બોલાવીને સમર્પણ કરવાનું કહ્યું, જે બાદ તે સંમત થઈ ગયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.