રિષભ પંત બાદ વધુ એક ખેલાડીને નડ્યો ભીષણ અકસ્માત, મળ્યું દર્દનાક મોત- જુઓ મોતનો LIVE વિડીયો

હાલ એક દુ:ખદ સમાચાર મળી આવ્યા છે. હજુ તો ભારતના સ્ટાર ક્રિકેટર(Cricketer) રિષભ પંત (Rishabh Pant)ના અકસ્માતને લઈને લોકો શોકમાં હતા. આવી સ્થિતિમાં ભારતના એક સ્પોર્ટ્સ પર્સનનું કાર અકસ્માતમાં મોત થયું છે. જેને પગલે ચાહકોમાં શોક વ્યાપી ગયો છે. ભારતના પ્રખ્યાત રેસર (Racer)નું મૃત્યુ MRF MMSC FMSCI ઈન્ડિયન નેશનલ કાર રેસિંગ ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડ દરમિયાન મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે અકસ્માતને થવાને કારણે થયું હતું.

ભારતીય રેસરનું મોત:
મળતી માહિતી અનુસાર, ભારતના આ પ્રખ્યાત રેસરનું નામ કેઈ કુમાર છે. MRF MMSC FMSCI ઈન્ડિયન નેશનલ કાર રેસિંગ ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડ દરમિયાન મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે અકસ્માત સર્જાયો હતો. કાર પાટા પરથી સરકી ગઈ અને કર્બ સાથે અથડાઈ ત્યારપછી કાર પલટી ગઈ હતી. સવારે સલૂન કાર રેસ દરમિયાન કુમારની કાર અન્ય સ્પર્ધકની કાર સાથે અથડાઈ ત્યારે આ અકસ્માતમાં તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

વિડીયો વાયરલ:
આ ઘટનાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કાર રેસનો વીડિયો કુમાર સાથે જોડાયેલો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેઈ કુમારની સફેદ કાર અચાનક ટ્રેક પરથી હટી ગઈ. પછી અન્ય એક સ્પર્ધકની કાર સાથે ટકરાતા ટ્રેકથી હટીને પલટી મારે છે. થોડી ક્ષણો માટે રેસને રોકવામાં આવી અને કુમારને બહાર કાઢવામાં આવ્યા હતા.

હોસ્પિટલ પહોંચ્યા પરંતુ….
અકસ્માત બાદ કુમારને એબ્યુલન્સથી તત્કાલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોના પ્રયાસ છતાં તેમને બચાવી શકાયા નહીં. કેઇ કુમાર 59 વર્ષના હતા.

ત્યારે આ અંગે ટૂર્નામેન્ટના ચેરમેન વિકી ચંડોકે તેના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું- આ ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે. કુમાર અનુભવી રેસર હતા. હું તેમને ઘણા વર્ષોથી જાણુ છું. એમએમએસસી અને રેસિંગ જગતે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમના પરિવાર પ્રત્યે સંવેદના. ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. કુમારના સન્માનમાં દિવસની બાકીની રેસ રદ્દ કરી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *