અહીંના કરેલા કર્મ અહીંયા જ ભોગવવા પડે છે: વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો વિડીયો

Husband Wife fight Video: આજના સમયમાં સ્માર્ટફોન વાપરો એ બધા માટે સામાન્ય થઈ ગયું છે. બધા જ લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ હોય છે. એવામાં દરરોજ (Husband Wife fight Video) અવનવા વિડીયો અને ફોટોસ સામે આવે છે અને આપણે તેને વાયરલ કરીએ છીએ. આવો જ એક સરસ મજાનો બોધ પાઠ આપતો વિડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

શું છે વાયરલ વીડિયોમાં?
આજે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં દેખાઈ રહ્યું છે કે એક મહિલા બેસીને પોતાના ચહેરાને ધોઈ રહી છે. એવામાં પાછળથી તેનો પતિ આવે છે અને ત્યાં રાખેલા રૂમાલને કાળા વાસણ પર રગડીને રૂમાલ ને કાળો કરી દે છે. એવું એટલા માટે કે જ્યારે મોઢું લૂછવા માટે તેની પત્ની રૂમાલ વાપરે ત્યારે તેનું ચહેરો કાળો થઈ જાય. ત્યારબાદ તે પત્નીની સામે બેસી જાય છે. પરંતુ તેના કરેલા કર્મો તેને છોડતા નથી.

જે પાણીથી મહિલાએ મોઢું ધોયું હતું તે પાણીને તે સામેની તરફ ફેંકે છે અને તેના પતિના ચહેરા પર પડે છે. જેવી મહિલાની આંખો ખુલે છે કે તરત જ તેને તેનો પતિ સામે દેખાય છે. એટલા માટે મહિલા બાજુમાં પડેલો રૂમાલ લઈ તે વ્યક્તિના મોઢાને સાફ કરવાનો પ્રયત્ન કરે છે જેના લીધે તે વ્યક્તિનો ચહેરો જ કાળો થઈ જાય છે. રમુજી અંદાજમાં બનાવેલો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

અહીંયા જુઓ વિડિયો

તમે હમણાં જે વીડિયો જોયો તેને સોશિયલ મીડિયા વેબસાઈટ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. અને કેપ્શન માં લખ્યું છે કે કેટલાક કર્મોનું ફળ તાત્કાલિક મળી જાય છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે. આ વિડીયો પર પોતાની પ્રતિક્રિયા આપતા એક યુઝર લખે છે કે આ પ્રકારની હરકત ન કરવી જોઈએ. અન્ય એક યુઝર લખે છે કે સાચું કર્મ તરત જ અસર બતાવે છે. એવામાં અન્ય એક યુઝર લખે છે કે જેવું કર્મ કરશો તેવું ભોગવવું પડશે.