હવસખોર મહંતે પતિને મજબૂર કરી પત્નીની વારંવાર લુંટી આબરૂ, જાણો સમગ્ર મામલો વિગતે

Mainpuri Mahant committed rape: મેનપુરીના કુરાવલીમાં ઈલાજના બહાને મહિલાને આશ્રમમાં બોલાવી દુષ્કર્મ કરનાર આરોપી મહંતને પોલીસે ધરપકડ કર્યા બાદ જેલના (Mainpuri Mahant committed rape)સળિયા પાછળ ધકેલી દીધો છે. પીડીતાએ કોર્ટના આદેશના આધારે મહંત અને અન્ય સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

સ્થાનિક પોલીસ સ્ટેશનના એક ગામમાં રહેતી મહિલાએ મહંત અજયદાસ, ઠાકોર આનંદ નંદન, અનીશ, રોહિત યાદવ વિરુદ્ધ કોર્ટના આદેશના આધારે કેસ નોંધાવ્યો હતો.

આરોપ લગાવવામાં આવ્યો હતો કે 3 એપ્રિલ 2023 ના રોજ અજયદાસએ ઈલાજ કરવાના બહાને ફોન કરીને બોલાવી અને આશ્રમમાં રહેલી ઝૂંપડીમાં દુષ્કર્મ કરી વિડીયો બનાવ્યો હતો. વિરોધ કર્યો તો તેણે ધમકી આપી હતી. 4 એપ્રિલ 2023ના રોજ વિડીયો બતાવી ફરીથી દુષ્કર્મ કર્યું. વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી.

6 મે 2023 ના રોજ જ્યારે મહિલાએ અજયદાસના ભાઈ ઠાકુર આનંદ નંદનને બધી વાત જણાવી તો વીડિયો ડીલીટ કરવાનું આશ્વાસન આપી, ઝૂંપડીમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. 27 ઓગસ્ટ 2024 ના રોજ જ્યારે પતિએ વિરોધ કર્યો તો તેને મારી નાખવાની ધમકી આપવામાં આવી. 30 ઓગસ્ટ 2024 ના રોજ બંને આરોપીઓએ મહિલાના ઘરે ગુંડા મોકલી પરિવાર સહિત મારવાની ધમકી આપી હતી.

ત્યારબાદ 12 ઓક્ટોબર 2024 ના રોજ જ્યારે મહિલા પોતાના દીકરા સાથે બીજા ગામ જતી વખતે જંગલમાંથી પસાર થતી હતી તો મહંતના ચેલા રોહિત યાદવ, અને અને અન્ય લોકોએ તેને કારમાં કિડનેપ કરી હતી. અજય દાસ અને આનંદએ સમાધાન કરવા માટે ધમકાવી હતી.

ના પાડવા છતાં અનીશ યાદવ તેમજ અજયદાસએ કુરાવલી નહેર પુલની પાછળ મહિલાના પુત્રને કારમાંથી ઉતારી બીજી કારમાં નાખી દીધો અને તેને અપહરણ કરી લઈ ગયા હતા. ધમકી આપી આરોપીઓએ કોરા કાગળ પર સહી લઈ લીધી હતી. આ મામલે કોર્ટના આદેશ પર કેસ નોંધ્યા બાદ પોલીસ આરોપીની શોધખોળ કરી રહી હતી. બુધવારના રોજ મુખ્ય આરોપી અજયદાસની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે.