ફોનમાં કવર લગાવવાના જેટલા ફાયદા નથી તેટલા તો ગેરફાયદા છે! જાણો કવરથી ફોનને કેટલું નુકશાન થાય છે?

આજકાલ સ્માર્ટફોન (Smartphone) એ લોકોના જીવનજરૂરીયાતનું સાધન બની ગયું છે. સામાન્ય રીતે સ્માર્ટફોન ખરીદ્યા બાદ લોકો સૌથી પહેલા તેના પર કવર લગાવે છે. મોટેભાગે સ્માર્ટફોનમાં કવર લગાવવાનો હેતુ ફોન જલ્દીથી તૂટે નહિ એવો હોય છે. કેટલાક લોકો કવરનો ઉપયોગ કરે છે જેથી ફોન ગંદો ન થાય. પરંતુ શું તમે કવર વગર સ્માર્ટફોનનો ઉપયોગ કરવાના ફાયદાઓ વિશે જાણો છો? ના? તો આજે એ જાણીશું.

લોકો ઘણી વખત પોતે કવર લગાવવાનું કારણ જાણતા નથી. પરંતુ સલામતીને ધ્યાનમાં રાખીને કવર લગાવે છે. ફોનને કવરમાં મૂકીને તેનો ઉપયોગ કરવાના કેટલાક ફાયદા છે. પરંતુ કેટલાક ગેરફાયદા પણ છે. આજે અમે વિચાર્યું કે તમને કવર સાથે ફોનનો ઉપયોગ કરવાના ગેરફાયદા વિશે પણ જણાવવું જોઈએ.

આજકાલ સ્માર્ટફોનની કંપનીઓ વચ્ચે ખુબ જ સ્પર્ધા જોવા મળે છે. દરરોજ નવી ડિઝાઇન અને સ્ટાઈલ સાથે સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. સારી ડિઝાઇન અને પ્રીમિયમ દેખાતા સ્માર્ટફોન પણ મોંઘા છે. તેના પર કવર લગાવતાની સાથે જ ફોનની ડિઝાઈન અને લુક અડધો થઈ જાય છે.

જો તમે દેખાડવા માટે ફોન ખરીદી રહ્યા હોવ, અને તેની સાથે કવર રાખો છો તો કોઈ દ\ફાયદો નથી. કવર જ રાખવું હોય તો સસ્તો ફોન પણ ખરીદી શકો છો. ઘણા લોકો ફોનના લુક જોઇને ફોન ખરીદતા હોય છે, જો પછી કવર લગાવી દો તો લુકનો શું ફાયદો?

ટ્રાન્સપરન્ટ કવર (transparent cover)ની ખાસિયત એ છે કે તે તમારા ફોનની ડિઝાઇન આરામથી દેખાય છે. ટ્રાન્સપરન્ટ કવરની સૌથી મોટી સમસ્યા એ છે કે, થોડા મહિનામાં જ પીળા થઈ જાય છે. તે માટે તમે જ વિચારો શું તમે દર થોડા મહિને કવર બદલવા માટે તૈયાર છો? જો હા તો ઠીક છે, પરંતુ જો નહીં, તો પછી ભલે ફોન ગમે તેટલો તે સારી ડિઝાઇનનો હોય, મોંઘો હોય, તે જરૂર ગંદો દેખાશે. જો ફોનમાં કવર ના હોય તો તે સ્માર્ટફોન ખુબ જ હળવો લાગે છે. તેમજ તેનો ઉપયોગ કરવામાં પણ સારું લાગશે. તે ખિસ્સામાં પણ સરળતાથી આવી જશે અને ભારે પણ નહીં લાગે. કારણ કે આજકાલ માર્કેટમાં હેવી કવર પણ મળી રહ્યા છે.

સામાન્ય રીતે સ્માર્ટફોનનો વધારે વપરાશ કરવાથી તે ગરમ ​​થવા લાગે છે. જો તમે પહેલાથી જ ફોનમાં જાડું કવર લગાવ્યું છે, તો આવી સ્થિતિમાં ફોન વધુ ગરમ થાય છે. જો ફોન સતત ગરમ થતો રહે છે, તો દેખીતી રીતે પરફોર્મન્સ પર અસર થશે. તેવી જ રીતે, જો તમે ફોનને કવરમાં મૂકીને ચાર્જ કરી રહ્યાં છો, તો આ સમસ્યા પણ થઈ શકે છે. કવરના કારણે ફોન ગરમ થવાથી ફોનને ઘણા નુકશાન થાય છે.

મોટા ભાગના લોકો ઘણા લાંબા સમયગાળા સુધી ફોનને કવરમાંથી કાઢીને સાફ કરતા નથી. ફોનના કવરમાં ધૂળ ઝડપથી જમા થાય છે. ખાસ કરીને ફોનના પાછળના ભાગમાં. જો ફોનની પાછળની પેનલ કાચની બનેલી હોય તો ધીમે ધીમે ધૂળને કારણે પાછળની પેનલ ગંદી થાય છે. કવરમાંથી ફોનને વારંવાર સાફ ન કરવાને કારણે ફોન લાંબા સમય સુધી ખરાબ લાગે છે.

જાણવા મળ્યું છે કે, કવરને કારણે નેટવર્ક સિગ્નલમાં પણ સમસ્યા આવી શકે છે. વાયરલેસ ચાર્જિંગમાં પણ ઘણી વખત આના કારણે સમસ્યા થાય છે. શરુવાતમાં થોડા દિવસ તમે કવર વગર ફોનનો ઉપયોગ કરવાનું શરૂ કરો. થોડા દિવસો પછી, તમને જ લાગશે કે કવર વગર ફોનનો ઉપયોગ કરવો વધુ સારું છે. ફોનના પ્રોટેક્શન માટેના કવર સિવાય બીજી પણ ઘણી વસ્તુઓ છે જેનો ઉપયોગ કરવાથી તમારા ફોનનો લુક બગડશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *