આખી દુનિયામાં 37 હજારથી વધારે લોકોનું મૃત્યુ કોરોનાવાયરસના સંક્રમણના લીધે થયું છે. કોરોનાવાયરસનું સંક્રમણ ભારતમાં ઝડપથી વધી રહ્યું છે. અત્યાર સુધી ભારતમાં 1337 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 40 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. કોરોના વિરુદ્ધ જંગ લડવામાં ડોક્ટર અને મેડિકલ સ્ટાફ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેમ છતાં તેઓને જરૂરી સામાન નથી મળી રહ્યો.
આવી બેદરકારીનો મામલો પશ્ચિમ બંગાળમાંથી સામે આવ્યો છે. સિલીગુડીના ઉત્તર બંગાળ મેડિકલ કોલેજના ડોકટરનો દાવો છે કે તેઓને કોરોનાવાયરસના પોઝિટિવ દર્દીઓની દેખભાળ માટે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, લેબોરેટરી ગ્લાસ અને સર્જીકલ n95 ની જગ્યાએ ચાદરના માસ્ક, સન ગ્લાસ અને રેઇનકોટ આપવામાં આવ્યા છે.
We met MSVP(medical superintendent cum vice principal) who told us there’s no supply of PPEs&a requisition has been sent. When we pressurised him,he told us to not come for duty. We were given a packet of raincoat&sunglasses. They told us to wash raincoat&reuse: Dr Shahriar Alam https://t.co/C1j1h1j50w pic.twitter.com/TOonHetvMZ
— ANI (@ANI) March 31, 2020
મેડિકલ કોલેજના ડોક્ટર શાહરિયાર આલમએ કહ્યું કે અમે મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ કમ વાઈસ પ્રિન્સિપાલને મળ્યા,જેઓ એ તેમને જણાવ્યું કે સેફટી સમાનની કોઈ આપૂર્તિ નથી અને એક અનુરોધ મોકલવામાં આવ્યો છે.જ્યારે અમે વધારે દબાણ કર્યું તો તેમણે અમને ડ્યુટી પર આવવા માટે ના પાડી દીધી.
ડોક્ટરનો આરોપ છે કે અમને રેઇનકોટ અને સન ગ્લાસીસનું પેકેટ આપવામાં આવ્યું હતું.તેઓએ અમને રેઇનકોટ ધોઈ અને ફરી વખત ઉપયોગ કરવા માટે કહ્યું હતું. કોરોના સામે જંગ લડી રહેલ ડોક્ટરો સાથે આવો વ્યવહાર આ રાજ્યમાં કરવામાં આવ્યો છે જ્યાં આજે જ એક દર્દીનું મૃત્યુ થયું છે.
https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/