ચાલુ સ્કોર્પિયોએ દરવાજો ખુલ્યો અને મહિલા સીધી ખાબકી રોડ પર, જુઓ ખોફનાક વિડીયો

Woman fell from car video: એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમા એક મહિલા ફુલ સ્પીડે જઈ રહેલી  સ્કોર્પિયોમાંથી રસ્તા પર પડતા દેખાઈ રહી છે, કારણકે ગાડીનો દરવાજો અચાનક ખુલી ગયો. આ ફૂટેજએ ઇન્ટરનેટ પર ડ્રાઇવરની લાપરવાહીને (Woman fell from car video) લઈને નવી ચર્ચાઓ શરૂ થઈ છે.

વડિયોમાં મહિલા સ્કોર્પિયોના દરવાજા પાસે બેસેલી હતી. પરંતુ ગાડીનો દરવાજો કદાચ યોગ્ય રીતે બંધ થયો નહીં હોય અને જેવી આ ગાડી પહાડી રસ્તામાં વળાંક લે છે, તો ગાડીનો દરવાજો અચાનક ખુલી જાય છે અને મહિલા સીધી રોડ પર જઈને પડે છે.

આ મહિલા આ દુર્ઘટના માંડ બચી જાય છે. આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ instagram પર શેર કરવામાં આવ્યો છે. હાલમાં આ વિડીયો પર લોકો પોતાની પ્રતિક્રિયાઓ રજુ કરી ચૂક્યા છે. લોકોનું કહેવું છે કે આ મામલામાં મહિલાની ભૂલ હતી કારણ કે તેને સીટબેલ્ટ ન પહેર્યો હતો.

એક વ્યક્તિએ કમેન્ટ કરતા લખ્યું કે આમાં ડ્રાઇવરની ભૂલ નથી. મહિલા જાતે જ દરવાજો બંધ કરી શકે. તેમજ બીજા વ્યક્તિએ કહ્યું કે હું આ વિચારીને હેરાન છું કે આખરે આ વિડીયો બનાવનારા આવા જ સમયે કેમેરો કઈ રીતે કાઢતા હોય છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું હતું કે સીટ બેલ્ટ પહેરો અને સુરક્ષિત રહો. બીજો એક વ્યક્તિ કહે છે કે ડ્રાઇવરને સંભળાવવા કરતા એ સારું હશે કે તમે પહેલા સીટબેલ્ટ પહેરવો શીખી લો.