ગુમ થયેલ વડોદરાનો આખો પરિવાર કાર સાથે નર્મદા કેનાલમાંથી મળ્યો, દરેકના મૃતદેહ મળ્યાં. જાણો વિગતે

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ રોજે રોજ ઉમટી પડતા હોય છે. એમાં પણ રજાના દિવસોમાં તો પ્રવાસીઓની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો નોંધાય છે. 1લી માર્ચ રવિવારના દિવસે વડોદરા ના નવાપુરા વિસ્તાર માં એસ .આર પી ગ્રીઉન્ડ ની પાછળ રહેતો પરમાર પરિવાર પોતાની કારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવ્યો હતો. એ બાદ એ પરિવાર ગાયબ થઈ જતા હજુ સુધી તેમના ઘરે પરત ફર્યો નથી અને કોઈ સંપર્ક પણ થયો નથી. તેમના પરિવારજનો ચિંતાતુર બન્યા છે અને કેવડિયા પહોંચી પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.

સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઇને બહાર નિકળ્યો હતો પરિવાર

વડોદરાના નવાપુરા વિસ્તાર ના એસ. આર. પી.ગ્રઉન્ડ પાસે રહેતા કલ્પેશ ચંદુભાઈ પરમાર પોતાની પત્ની તૃપ્તિ પરમાર, માતા ઉષા પરમાર અને પોતાનો એક 9 વર્ષનો છોકરો અને 7 વર્ષની પુત્રી સાથે પોતાની કાર GJ 06 KP 7204 માં કેવડિયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા ગત તારીખ  29.02 2020 ના રોજ આવ્યો હતો.  લગભગ 12.30 વાગ્યે તેઓ ત્યાં પહોંચી ગયા હતા. જ્યાં પરિવારના પાંચેય સભ્યોએ ખુશખુશાલ મુદ્રામાં સરદાર પટેલની વિરાટ પ્રતિમા સાથે ફોટા પણ પડાવ્યા હતા. તેમજ કલ્પેશભાઈએ પુત્રને તેડી પત્ની સાથે સેલ્ફી પણ લીધી હતી.

4 સભ્યોના મૃતદેહ મળ્યા

વડોદરાનો પરિવાર ગુમ થવાના મામલે બીજો વળાંક આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે ગયા બાદ લાપતા થયેલા વડોદરાના પરિવારના પાંચમાંથી ચાર સભ્યના મૃતદેહો ચાર દિવસ બાદ ડભોઇના તેન તળાવ ગામ પાસે નર્મદા કેનાલમાંથી મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે વડોદરાના નવાપુરાના વેપારી કલ્પેશ પરમાર પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા. પરંતુ તે દિવસથી જ આખો પરિવાર લાપતા થયો હતો. કેનાલમાંથી ડૂબેલી હાલતમાં કાર જોવા મળતા પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી. ફાયર બ્રિગેડે કારને બહાર કાઢતા પરિવારના 4 સભ્યોના મૃતદેહ મળ્યા છે. જોકે કલ્પેશની પત્ની તૃપ્તિ હજુ પણ લાપતા છે. જેથી ફાયર બ્રિગેડ વધુ શોધખોળ કરી રહી છે. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, પાણીની અંદર ડૂબેલી કારમાં તમામ સભ્યોના મૃતદેહ હતા. હાલ ફાયરના જવાનોએ નહેરમાંથી કારને બહાર કાઢીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા.

1 માર્ચે પરિવાર ગયો હતો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે

રાજપીપળા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે ગયેલો વડોદરાનો પરિવાર એકાએક ગુમ થઈ જતાં તેમના સ્વજનો ચિંતામાં સરી પડ્યા હતા. પરિવાર ગત 1 માર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે ગયો હતો. શહેરના નવાપુરામાં રહેતા પરમાર પરિવાર કલ્પેશ પરમાર તેમની પત્ની તૃપ્તિબેન, બે સંતાનો અને માતા ઉષાબેન કેવડિયા ગયા હતા. છેલ્લા ચાર દિવસથી પરિવારના પાંચ સભ્યો સાથે સગા સબંધીઓને સંપર્ક ના થઇ શકતા શોધખોળ હાથ ધરી હતી. પરિવારમાંથી બધા લોકોના મોબાઈલ પણ બંધ આવતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *