સુરત શહેરમાં વારંવાર હત્યાના અને અકસ્માતના બનાવો બનતા હોય છે. તેવામાં હજુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતનાં પુણા કુંભારીયા રોડ પર મોર્નિંગ વોક પર નીકળેલી એક મહિલાનું કારની અડફેટે મોત થયું હતું. પતિ દ્વારા પોલીસમાં અજાણ્યા કાર ચાલક દ્વારા અડફેટે લેવામાં આવ્યો હોવા અંગેનું જણાવવામાં આવ્યી હતું કે, શાલિનીનાં પિયરવાળાએ આરોપ કર્યું હતું કે, શાલિનીનાં નામ પર 15 લાખ જેટલા રૂપિયાનો વીમો હતો. વીમાને પકવવા માટે પતિ તેમજ નણંદએ હત્યા કરી છે.
શાલિનીનાં નામ પર 15 લાખ રૂપિયાનો ઓનર વીમો હતો
પુણા કુંભરીયા રોડ પર આવેલી રઘુવીર સિલિયમ પાસેનાં સર્વીસ રોડ પર 21 વર્ષની શાલિનીને કાર દ્વારા અડફેટે લેતા સારવાર માટે લઇ જવામાં આવી હતી તેમજ ત્યાં ફરજ પર હાજર તબીબોએ શાલિનીને મૃત જાહેર કરી હતી. શાલિનીનાં પરિવારે આ બાબતે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે કે, શાલિનીની હત્યા કરી છે તેમજ અકસ્માતમાં કરાવવાનો પ્રયત્ન પતિએ કર્યો છે. પતિનું પોલીસને જણાવવું છે કે, અજાણ્યા વાહનની ટક્કરને લીધે આ અકસ્માત થયો હતો.
જોકે, શાલિનીનાં પરિવારજનો હત્યાનો આક્ષેપ લગાવ્યા છે કે, શાલિનીનાં નામે લાખો રૂપિયાનો વીમો હતો. પતિ અનુજની એક બહેન નિરુ ઉર્ફે પૂજા તેમજ ભાભી (શાલિની)નાં નામે 15 લાખ રૂપિયાનો ઓનર વીમો હતો. જ્યારે ડિસેમ્બર માસમાં લેવામાં આવેલ ટ્રકનો વીમો 30 લાખ જેટલા રૂપિયાનો કરાવ્યો હતો. પોલિસી ક્લેમ કરવા ભાઈ-બેહન દ્વારા કાવતરું રચીને હત્યા કરી નાંખવામાં આવી છે. એમાં શાલિનીનાં સસરા સોહનસિંઘ પણ આ કવતરામાં સમાવેશ હોવા અંગેનું શાલિનીનાં પરિવારજનો જણાવે છે.
શાલિનીનાં પિતા દ્વારા કહેવામાં આવ્યું કે, કુંભારિયા ગામની સારથી રેસીડેન્સીમાં રહેનાર અનુજ યાદવે તેનાં નિવેદનમાં જણાવ્યું છે કે, 8 જાન્યુઆરીનાં દિવસે તે પત્ની શાલિનીની સાથે સવારનાં સમયે 5 વાગ્યે મોર્નિંગ વોક પર નીકળ્યો હતો તેમજ કાર ચાલક દ્વારા શાલિનીને અડફેટે લેવામાં આવી હતી. ફેબ્રુઆરી 2017માં શાલિનીનાં લગ્નનાં થઇ ગયા હતા તેમજ 3-4 માસ બાદ જ એને હેરાન કરવાનું ચાલુ કર્યું હતું. અનુજની બહેન પૂજા ઉર્ફે નિરુ પણ હેરાન કરી રહી હતી. આ કારણોનાં લીધે જ હું મારી પુત્રીને માતૃભૂમિ ઘરે લઇ આવ્યો હતો પણ એક માસમાં પાછી મોકલી હતી. વર્ષ 2018માં 5 લાખ રૂપિયા માંગ્યા હતા. તો મેં 2 લાખ જેટલા રૂપિયા તેમને આપ્યા હતા.
બટાકાનો પાક તૈયાર થતાં 3 લાખ આપવા માટેનું વચન આપવામાં આવ્યું હતું. દીકરીને ફોન પણ ણ આપ્યો. હત્યાની શંકા એટલે છે કે, આ તમામ લોકો સવારનાં સમયે 10 વાગ્યે જાગવાવાળું પરિવાર છે તેમજ સવારનાં સમયે જબરજસ્તી વોક પર લઈ જવા માટેનું શુ કારણ હોય?. શાલિનીનાં પિતા દ્વારા વધારેમાં જણાવવામાં આવ્યું કે, અનુજનાં પિતાનું અસલી નામ છે સોહનસિંઘ મોહબતસિંઘ યાદવ જ્યારે સુરત શહેરમાં આવ્યા પછી સોહનસિંઘ જનકસિંઘ યાદવ કર્યું છે. ગામની પ્રોપર્ટીમાં સોહનસિંઘ મોહબત ચાલ્યું છે તેમજ સુરત શહેરમાં આવ્યા પછી સોહનસિંઘ જનકસિંઘ બની ગયો જેથી કંઈ તો ગડબડ છે. સોહનસિંઘનાં નામ પર 70 લાખ રૂપિયાની વીમા પોલિસી છે.
એમાં નોર્મલ ડેથમાં 70 લાખ મળી શકે છે તેમજ એક્સિડેન્ટલ ડેથમાં દોઢ કરોડનો વીમા પોલિસી લીધી તેમજ પોતે જીવિત હોવા છતાં પણ ગામમાં રહેલા સરપંચને કહેવામાં આવ્યું હતું કે, મારી ડેથ સર્ટી બનાવી આપો એવાં આરોપ પણ લગાવ્યા છે. પુણા પોલીસે પતિ અનુજની ફરિયાદ પરથી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે. જો કે, તારીખ 8 નાં દિવસે બનેલો આ બનાવમાં પુણા પોલીસની તપાસ વિરુદ્ધ પણ શંકા થાય છે. પોલીસ હજુ કોઈ કડી મળી નથી. શિલીનીનાં મૃત્યુનું કારણ અકસ્માત છે અથવા વીમા પોલિસી ક્લેમ કરવા હત્યા કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle