મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં મિરાજ તાલુકાના મહૈસાલમાં એક જ પરિવારના 9 લોકોએ આપઘાત કર્યો છે. આ તમામ પરિવારના સભ્યોએ ઝેર પીને આપઘાત કર્યો છે. આપઘાતની આ ઘટના સોમવારે બપોરે પ્રકાશમાં આવી હતી. ડોક્ટર દંપતીના એક રૂમમાંથી છ મૃતદેહો અને બીજા રૂમમાંથી ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. આ સામૂહિક આપઘાતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
પડોશીઓ પાસેથી મળેલી માહિતી મુજબ મૃત્યુનું કારણ આર્થિક સ્થિતિ છે. સામૂહિક આપઘાતના પગલે વિસ્તારમાં ભયનો માહોલ બન્યો છે પરંતુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પરિવાર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો
સામૂહિક આપઘાતની આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. પોલીસે પંચનામા કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પ્રાથમિક તપાસ દરમિયાન પડોશીઓએ પોલીસને જણાવ્યું કે પરિવાર આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો. તેણે ઘણા લોકો પાસેથી લોન પણ લીધી હતી. કદાચ દેવું ચૂકવવાના દબાણને કારણે પરિવારે સામૂહિક આપઘાત કર્યું હોવાનું તારણ છે.
આપઘાત કરવા વાળા ઓ ના નામ:
અક્કાતાઈ વનમોર (72)
પોપટ યલ્લાપ્પા વનમોર (ઉંમર 52)
માણિક યલ્લાપ્પા વનમોર (49)
સંગીતા પોપટ વનમોર (48)
રેખા માણિક વનમોર (45)
અર્ચના પોપટ વનમોર (30)
શુભમ પોપટ વનમોર (28)
અનિતા માણિક વનમોર (28)
આદિત્ય માણિક વનમોર (15)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.