ઘરે આવ્યું લગ્નનું આમંત્રણ કાર્ડ તો પરિવારના સભ્યો સમજી બેઠા આધાર કાર્ડ, જુઓ વાયરલ ફોટો

Unique Wedding Card: અત્યાર સુધી તો આધાર કાર્ડની ઓળખ માત્ર તમારા આઈડી તરીકે જ થતી હતી પરંતુ હવે આની પર લોકો લગ્નનું કાર્ડ પણ છપાવવા લાગ્યા છે. એક કપલના (Unique Wedding Card) લગ્નનું કાર્ડ અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. ટ્વીટર પર એક કપલના લગ્નની કંકોત્રી સામે આવી છે, જે ખૂબ યુનિક છે.

કોપી ટુ કોપી આધારકાર્ડ જેવી કંકોત્રી
આ યુનિક વેડિંગ કાર્ડને એક ટ્વીટર યુઝરે શેર કર્યુ છે. આ વેડિંગ કાર્ડ બિલકુલ આધાર કાર્ડની જેમ લાગી રહ્યુ છે. કાર્ડના લુકથી લઈને તેનું ફોર્મેટ આધારની જેમ જ છે. તમે ઈનવિટેશન કાર્ડ પર દુલ્હા અને દુલ્હનનું નામ જોઈ શકો છો. આ સાથે જ કાર્ડ પર એક બાર કોડ અને સ્કેનર પણ છે.

ફોટોના એક સાઈડમાં તમે યુવકની તો બીજી સાઈડમાં યુવતીનો ફોટો જોઈ શકો છો.આ વેડિંગ કાર્ડ પર લોકોની ખૂબ જ પ્રતિક્રિયાઓ આવી છે. જોકે આવુ પહેલીવાર થયુ નથી. અગાઉ પણ ઘણા અજીબોગરીબ આઈડિયા વાળા વેડિંગ કાર્ડ સામે આવી ચૂક્યા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ આ કંકોત્રી
પ્રાપ્ત માહિતી અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્ડ છત્તીસગઢના જશપુર જિલ્લાના ફરસાભર બ્લોકના અંકીરા ગામના રહેવાસી લોહિત સિંહ નામના યુવકનું છે. લોહિત સિંહ અંકીરા ગામમાં જનસેવા કેન્દ્ર ચલાવે છે, જ્યાં લોકોના આધાર કાર્ડ બનાવવામાં આવે છે.

આ સાથે લોહિત સિંહ ઈન્ટરનેટ, પ્રિન્ટિંગ, ફોટો કોપી અને વેડિંગ કાર્ડ પ્રિન્ટિંગનું કામ કરે છે.આ કાર્ડ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, તેની સાથે લોકોને આ ક્રિએટિવ આઈડિયા પણ ખૂબ પસંદ આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિએ માત્ર ડિજિટલ કાર્ડ જ તૈયાર કર્યું હતું.