જમ્યા બાદ ઘરની બહાર બેઠો હતો પરીવાર, ટ્રેક્ટર આવ્યું અને તેમના પર ફરી વળ્યું, 2 ના મોત

Chhattisgarh tractor crushed family: દુર્ગ જિલ્લાથી એક હૈયુ હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જ્યાં જેવરા શેરશાહ પોલીસ ચોકી વિસ્તારના ગામ બેલૌદીમાં એક ટ્રેક્ટર ચાલેકે ઘરની બહાર બેઠેલા 6 લોકોને કચડી નાખ્યા હતા. આ દુર્ઘટનામાં એક બાળકીનું ઘટના (Chhattisgarh tractor crushed family) સ્થળે મૃત્યુ થઈ ગયું. જ્યારે હોસ્પિટલ લઈ જતી વખતે એક મહિલાનો પણ જીવ ચાલ્યો ગયો હતો. તેમજ અન્ય 4 લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

આ ઘટના બાદ ગ્રામિણોમાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે જો સમયે મદદ મળી હોત તો તેમનો જીવ બચી ગયો હોત. પોલીસના જણાવ્યા અનુસાર ગરમીને લીધે પીડિત પરિવારની મહિલાઓ અને બાળકો રાત્રે જમ્યા બાદ ઘરની બહાર બેસેલા હતા. આ દરમિયાન એક ટ્રેક્ટર અનિયંત્રિત થઈ રોડથી ઉતરી ગયું અને તેમને કચડી નાખ્યા હતા.

આ દુર્ઘટનામાં 8 વર્ષની બાળકી સંતોષીનું મોત થયું છે, જ્યારે 55 વર્ષીય સરસ્વતી દેશમુખને હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ જીવ ગુમાવ્યો હતો. તેમજ અન્ય 4 લોકો ઘાયલ થયા છે. ઘટના બન્યા બાદ ગામના લોકોએ તરત જ ટ્રેક્ટર ચાલકને પકડી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેક્ટર ચાલક નશામાં ધુત હતો જેના લીધે તે વાહનને નિયંત્રિત ન કરી શક્યો હતો.

ઘટના બાદ ગામજનોએ હોબાળો કરી પ્રશાસન પાસેથી વળતરની માંગ કરી છે. જોકે અધિકારીઓની સમજાવટ બાદ તમામ લોકો ત્યાંથી ચાલ્યા ગયા હતા. અધિકારીઓનું કહેવું છે કે આ મામલે તપાસ ચાલી રહી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.