બુધવારની સવાર થતા જ આ રાશિના જાતકોના ભાગ્ય ચમકી જશે

Published on: 8:58 am, Wed, 23 September 20

મેષ: આજે ઘરને લગતાં કામમાં વ્યસ્તતા બની રહેશે. કોઇ વિશેષ વ્યક્તિનું સાંનિધ્ય મળશે. જેના દ્વારા તમારી વિચારધારામાં મહત્ત્વપૂર્ણ ફેરફાર આવશે. બપોર પછી કોઇ ખરાબ સમાચાર મળવાથી મન નિરાશ રહેશે. બનતાં કાર્યોમાં થોડાં વિઘ્નો આવી શકે છે. અજાણ વ્યક્તિ ઉપર ખૂબ જ વધારે વિશ્વાસ ન કરવો.

મિથુન: આજે તમે પરિવારમાં થોડા સમયથી ચાલી રહેલી અવ્યવસ્થાને દૂર કરવા માટે મહત્ત્વપૂર્ણ નિયમ બનાવશો અને તેમાં સફળતા પ્રાપ્ત થશે. વાહન ખરીદવાને લગતી યોજના બનશે. કોઇ બહારના વ્યક્તિ સાથે ઝઘડો કે મનમુટાવ જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે. એટલે ફાલતૂના વિવાદમાં ધ્યાન ન આપીને તમારા કામ ઉપર જ ધ્યાન કેન્દ્રિત રાખો.

સિંહ: જે કામ છેલ્લાં થોડાં સમયથી અટવાયેલું હતું તે આજે વધારે પ્રયાસોથી પૂર્ણ થઇ જશે. કોઇ સંબંધીને લગતાં કોઇ શુભ સમાચાર મળવાથી પ્રસન્નતા રહેશે.  ખરાબ નિયતના લોકો તથા ખરાબ આદતોથી અંતર જાળવી રાખવું અતિ જરૂરી છે. નહીંતર તમારું અપમાન કે માનહાનિ થઇ શકે છે.

તુલા: ઘરના બાંધકામને લગતું અધૂરું પડેલું કામ ફરી શરૂ થઇ શકે છે. મહત્ત્વપૂર્ણ લોકો સાથે સમય પસાર કરવાથી તમારા વ્યક્તિત્વમાં પણ પોઝિટિવ ફેરફાર આવશે.  ગુસ્સાને તમારા ઉપર હાવી થવાં દેશો નહીં. તમારું કામ ખરાબ થઇ શકે છે. કોઇ ઘનિષ્ઠ વ્યક્તિને લગતી અપ્રિય ઘટનાની સૂચના મળવાથી મન નિરાશ રહેશે.

ધન: કોઇ મહત્ત્વપૂર્ણ લક્ષ્યની પ્રાપ્તિ માટે તમારી સંપૂર્ણ ઊર્જા લગાવી દેશો અને સફળ પણ રહેશો. વિદ્યાર્થીઓને કોઇ ઇન્ટરવ્યૂમાં મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ શકે છે. પાડોસીઓ સાથે કોઇ પ્રકારનો ઝઘડો કે વિવાદ થવાની આશંકા છે. ફાલતુ ગતિવિધિઓમાં આજે તમારો સમય ખરાબ કરશો નહીં.

કુંભ: છેલ્લાં ઘણા સમયથી જે યોજનાઓ બની રહી હતી હવે તે લક્ષ્યને પ્રાપ્ત કરવાનો સારો સમય છે. અધ્યાત્મિક તથા સામાજિક ગતિવિધિઓમાં પણ વ્યસ્ત રહેશો. ઘણા લોકો તમારા વિરૂદ્ધ ષડયંત્ર રચી શકે છે. આર્થિક રીતે પણ થોડી મુશ્કેલી આજે રહી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle