સુરત(ગુજરાત): બાળકોને નાની નાની વાતમાં ખોટું લાગી જતું હોય ત્યારે બાળકો ગુસ્સામાં આવીને ન કરવાનું કરી બેસે છે. તેવો જ એક બનાવ સુરતમાં વેડરોડ વિસ્તારની આનંદ પાર્ક સોસાયટીમાં એક વિદ્યાર્થિનીએ ફાંસો ખાય પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ ઘટના બાદ પરિવાર શોકમાં ફરી વળ્યું હતું. રિક્ષા ચાલક પિતાની એકની એક દીકરીના આપઘાત પાછળ મોબાઈલ કારણભૂત બન્યો હોવાનું સામે આવ્યું છે. પિતાએ મોબાઈલ લઈ લીધા પછી પરત ન આપતા તેને માઠું લાગી આવતા આ આકરું પગલું ભરવું પસંદ કર્યું હતું.
મળતી માહિતી અનુસાર, મોડી સાજે પિતાએ દીકરીને મોબાઈલને લઈ ઠપકો આપ્યો હતો. તેમાં દીકરી રીસાઈ ગઈ અને પોતાના રૂમમાં જઈ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગાળા ફાંસો ખાઈ લીધો હતો. થોડા સમય પછી રૂમમાં કોઈ હિલચાલ ન થતા પિતાએ દરવાજો ખોલી જોયું તો 16 વર્ષના ખુશ્બુ ફંદા પર લટકી રહી હતી. ત્યારબાદ દીકરીના પિતા ક્રિપા શંકર ઉપાધ્યાય તાત્કાલિક તેને સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. મૃતક સગીરા ધોરણ-11ની વિદ્યાર્થીની હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, ખુશ્બુને એક નાનો ભાઈ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, પિતાએ લઈ લીધેલો મોબાઈલ પરત ન આપતા માઠું લગતા ખુશ્બુએ આપઘાત કરી લીધો છે. હાલ ચોક બજાર પોલીસ આ અંગે તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.