સસરાને પુત્રવધુ પર આવી ગયું દિલ: બંને ભાગી ગયા અને… બાળકને આપ્યો જન્મ

ઉત્તરપ્રદેશ: હાલમાં ઉત્તરપ્રદેશના બદાયુંમાંથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક સસરાને તેની પુત્રવધૂ સાથે પ્રેમ થઈ ગયો અને તેની સાથે જ ભાગી ગયો હતો. તેમાં પુત્રવધૂની સંમતિ પણ હતી. પછી તે ઘણાં વર્ષો બાદ બે વર્ષનાં બાળકને ખોળામાં લઈને પોતાના ઘરે પરત ફર્યો હતો.

ઈન્ડિયા ડોટ કોમમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, આ કેસ બદાયુંના બિસૌલી કોતવાલી વિસ્તારના દબથરા ગામનો છે. બાદમાં આ અંગે મહિલાના પૂર્વ પતિએ પોલીસ સ્ટેશનમાં પુત્રવધૂ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પંચાયત પણ બોલાવવામાં આવી હતી. પણ બધાએ સસરા અને પુત્રવધૂની તરફેણમાં નિર્ણય કર્યો.

જાણવા મળ્યું છે કે, જ્યારે મહિલાએ તેના ભૂતપૂર્વ પતિ સાથે લગ્ન કર્યા હતા ત્યારે તે સગીર હતો. બાદમાં મહિલાએ તેને છૂટાછેડા આપી દીધા હતા. મહિલાએ પોતાની મરજીથી તેના સાસરે લગ્ન કર્યા હતા. રિપોર્ટ અનુસાર, મહિલા અને તેના પૂર્વ પતિના લગ્ન વર્ષ 2016માં થયા હતા.

લગ્નમાં ઉતાવળ કરવાનું કારણ એક વર્ષ પહેલા તેની માતાનું મૃત્યુ હતું. સાસરાનું દિલ દીકરા સાથે લગ્ન કર્યા બાદ ઘરે આવેલી પુત્રવધૂ પર આવ્યું અને બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. ત્યારબાદ બંનેએ નક્કી કર્યું કે, મહિલા તેના પતિને છૂટાછેડા આપશે અને તેના સસરા સાથે લગ્ન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *