રાજકોટ(ગુજરાત): રૈયાધાર વિસ્તારમાં એક સંતાનના વિકૃત માનસ ધરાવતા વ્યક્તિએ પાડોશમાં રહેતી 15 વર્ષની તરુણીને પ્રેમજાળમાં ફસાવી અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.
પીડિતાના પિતાએ જણાવ્યા અનુસાર, શનિવારે બપોરે ભત્રીજાના ઘરેથી પોતે જમવા માટે ઘરે ગયા હતા. ભત્રીજાને ત્યાં જ પુત્રી હતી. ત્યારબાદ ભત્રીજીના ઘરે આવીને પિતાએ પૂછ્યું હતું કે પુત્રી ક્યાં છે? ત્યારે ભત્રીજીએ જણાવ્યું હતું કે, તે ઘરે જતી રહી હતી. જેથી પિતાએ પુત્રીને શોધવા માટે પાડોશીઓના ઘરે તપાસ કરી હતી.
તે સમયે પાડોશમાં રહેતા પરબત ગાંગા ડાકીના ઘરે પણ તપાસ કરવા ગયો હતો. ત્યારે ત્યાં પુત્રીના ચપ્પલ જોતા પિતા ઘરમાં જઇ બોલાવવા જતા અંદર દૃશ્ય જોઇ પિતાના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. પરબત પુત્રી સાથે ન કરવાનું કરતો જોવા મળ્યો હતો. પરબત પિતાને જોતા તરત ભાગી ગયો હતો. પછી પુત્રીને ઘરે લઇ જઇ તેને ઠપકો આપતા તે ખુબ રડવા લાગી હતી. અને સમગ્ર ઘટના પિતાને જણાવી હતી.
15 વર્ષની પુત્રીએ જણાવ્યું હતું કે, તમારા મોબાઇલમાં 6 મહિના પહેલા ફોન આવ્યો હતો. તમે સુતા હતા તેથી ફોન ઉપાડ્યો હતો. પરબતભાઇ ફોનમાં બોલતા હતા. હજુ પોતે કંઇ બોલે તે પહેલા તને હું પ્રેમ કરું છું તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ તેને પોતાની સાથે વાત કરવા માટે તેના ઘરે બોલાવતો હતો. ત્યારે એક વખત પરબતભાઇના ઘરે કોઇ ન હતું ત્યારે મને તેના ઘરે બોલાવી બળજબરીથી 2 વખત દુષ્કર્મ આચર્યું હતું. આજે કાકાને ત્યાંથી તે ઘરે આવતી હતી. ત્યારે પરબતભાઇ તેના ઘરની ડેલી પાસે ઊભા હતા અને તેને ઘરમાં બોલાવી હતી. ત્યારબાદ ન કરવાનું કૃત્ય આચર્યું હતું. તરુણવયની પુત્રીની વાત સાંભળ્યા પછી પિતાએ તરત યુનિવર્સિટી રોડ પોલીસમાં પરબતભાઇ વિરુધ ફરિયાદ નોંધાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.