ગુજસેલના તત્કાલિન કેપ્ટન અજય ચૌહાણ સામે નોંધાયો ગુનો, સરકારી વિમાનમાં પરિવારને કરાવી હતી સફર

ajay chauhan acb: ગુજસેલના તત્કાલિન કેપ્ટન અજય ચૌહાણ (ajay chauhan acb) સામે ACBમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ સાથે અન્ય ત્રણ લોકો સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાઈ છે. અજય ચૌહાણ પર આરોપ છે કે  સત્તાનો દુરુપયોગ કરી સરકારના વિમાનનો ઉપયોગ પોતાના પરિવારજનો માટે કર્યો હતો. એટલું જ નહીં સરકારને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. 

ACBએ અજય કરણસિંહ ચૌહાણ, કેપ્ટન તથા એકાઉન્ટેબલ મેનેજર, ગુજસેલ અલ્પેશ રાજેશભાઈ ત્રિપાઠી, ડાયરેકટર, કેશમેક એવીએશન પ્રા.લિ. અને અલ્પેશકુમાર નટવરભાઈ પ્રજાપતિ, એકાઉન્ટન્ટ, ગુજસેલ સામે ગુનો દાખલ કર્યો છે.

તમને જણાવી દઈએ કે ગુજસેલમાં કેપ્ટન તરીકે ફરજ બજાવતા અજય ચૌહાણની ગેરરીતિઓ બહાર આવ્યા બાદ સરકારે તેની હકાલપટ્ટી કરી હતી. ત્યાર બાદ આ મામલો એસીબી પાસે પહોંચ્યો હતો. ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોને તપાસમાં સામે આવ્યું છે કે ભ્રષ્ટાચારમાં કેપ્ટન અજય ચૌહાણ સહિત 3 લોકોની સંડોવણી છે.

એસીબીની ફરીયાદમા જણાવ્યું છે કે આર્યન એવીએશન પ્રા.લિ. કંપનીને ફ્લાઈંગ સેવા પૂરી પાડી અને આ કંપની પાસેથી 47 લાખ જેટલી રકમ પોતાના ખાતામાં જમા લીધી હતી. અન્ય કંપની પાસેથી 10 લાખ લીધા હતા. આમ કુલ 72 લાખ જેટલી રકમનું સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવતા આ ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધવા આવ્યો છે.

તમને જણાવી દઈએ એક ગુજલીસના કેપ્ટન અજય ચૌહાણે સરકારી વિમાનનો ગેરઉપયોગ કર્યો હતો .કેપ્ટન અજય ચૌહાણે ગુજરાત સરકારના હેલિકોપ્ટર અને વિમાનનો દુરુપયોગ કરી પોતાના પરિવારજનોને તેમજ સગાંસંબંધીઓને મફતમાં હવાઈ સફર કરાવી હતી. હાલમાં આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

  • ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:  Trishul News Gujarati
  • નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
  • વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
  • યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
  • એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App  આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App