દુલ્હનએ દુલ્હાને જેવી વરમાળા પહેરાવી, તેવા જ મિત્રો વાદળી ડ્રમ લઈને ચડી ગયા સ્ટેજ પર અને પછી જે થયું…

UP Viral wedding gift: ઉત્તર પ્રદેશના હમીરપુરમાં લગ્ન દરમિયાન વરરાજાના મિત્રો સ્ટેજ પર આવી ગયા. તેમણે વર-વધુને એવી ગિફ્ટ આપી, જેને જોઈ ત્યાં હાજર રહેલા તમામ લોકો ચોંકી ગયા હતા. આ ગિફ્ટ બીજું કંઈ નહીં પરંતુ એક વાદળી ડ્રમ હતું. જ્યારથી મેરઠનો સૌરભ (UP Viral wedding gift) હત્યાકાંડ સામે આવ્યો છે ત્યારથી વાદળી રંગને લઈને ઘણા મીમ્સ બનવા લાગ્યા છે. કારણકે સૌરભની હત્યા કરી પત્નીએ લાશને કાપી વાદળી ડ્રમમાં ભરી દીધી હતી. મીમ્સ આવ્યા બાદ લગ્નમાં પણ લોકો વર વધુને આ વાદળી ડ્રમ ગિફ્ટ કરતા જોવા મળ્યા તો આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા.

હકીકતમાં એક લગ્ન સમારોહમાં વરરાજાના મિત્રોએ સ્ટેજ પર વાદળી ડ્રમ ભેટમાં આપી બધાને ચોંકાવી દીધા હતા. સોશિયલ મીડિયા પર ઘણાએ લોકોએ લખ્યું હતું કે સૌરભ હત્યાકાંડ જેવી ઘટના ભૂલી શકાતી નથી અને તેની સાથે જોડાયેલા આવા દ્રશ્યો પાછા ઊભા કરવા પીડિતો પ્રત્યે સંવેદનહિનતા દેખાય છે. કેટલાક યુવાનોનું માનવું છે કે આ ફક્ત એક મજાક છે અને તેનો મતલબ કોઈને હાની પહોંચાડવો કે ઠેસ પહોંચાડવાનો નથી. હમીરપુરની આ ઘટના ફરી એક વખત વિચારવા પર મજબૂર કરે છે કે સોશિયલ મીડિયા અને વાયરલ ટ્રેન્ડના ચક્કરમાં ક્યાંક આપણે આપણી નૈતિકતાને તો નથી ભૂલી રહ્યા ને?

શું બન્યું હતું સૌરભ હત્યાકાંડમાં?
મેરઠમાં રહેતા સૌરભ નામના યુવકની હત્યા કરી તેની લાશના ટુકડાને વાદળી પ્લાસ્ટિકના ડ્રમમાં ફેંકી દેવામાં આવ્યા હતા. હકીકતમાં આ હત્યા બીજા કોઈએ નહીં પરંતુ સૌરભની પત્ની મુસ્કાને જ પોતાના પ્રેમી સાહિલ સાથે મળીને કરી હતી. પછી લાશના ટુકડા કરી ડ્રમમાં નાખી તેની ઉપર સિમેન્ટ ઢાળી દીધી હતી. જેનાથી શરીરની ઓળખ સંતાડી શકાય. જોકે આરોપી પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલ બંને અત્યારે જેલના સળિયા પાછળ છે, પરંતુ આ વાદળી ડ્રમ હજુ સુધી લોકો ભૂલી શક્યા નથી.