પ્રેમ પ્રકરણમાં મળ્યું દર્દનાક મોત- પ્રેમી એવું તો શું જોઈ ગયો કે, પોતાની જ પ્રેમિકાની હત્યા કરી પોતે પણ જીવ ટૂંકાવ્યો

હત્યા (Murder)ની ઘટનાઓ સતત વધતી જણાઈ રહી છે. ત્યારે હાલ વધુ એક ચોકાવનારી ઘટના સામે આવી છે. કથિત હત્યા-આપઘાતની ઘટના 23 જુલાઇના રોજ જબલપુર બેરેલા સ્ટેશન(Jabalpur Barela Station) અંતર્ગત મંગેલીના ભટૌલી પુલ પર બની હતી. મળતી માહિતી અનુસાર, નર્મદા પુલ પર પોલીસને કાળી ફિલ્મ લગાવેલી સ્વિફ્ટ(Swift) કાર મળી હતી. પોલીસે શંકાના આધારે કારની તપાસ કરી તો તેમના હોશ ઉડી ગયા હતા. કારની પાછળની સીટ પર એક યુવતીની લાશ મળી હતી. કારની ઉપર એક મોબાઇલ રાખેલો હતો જે સંભવત કાર સવાર યુવકનો માનવામાં આવી રહ્યો છે. સામેની એક સીટ પર પિસ્તોલ પડી હતી. આ દરમિયાન કારમાં કોઇ યુવક ન હતો.

ત્રણ દિવસથી ગુમ હતી યુવતી:
બનાવની માહિતી મળતાની સાથે જ પોલીસ અધિકારી, ડોગ સ્કવોડ અને એસએફએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે જ્યારે તપાસ શરૂ કરી તો જાણ થઇ કે એમપી 20 સીજે 9414 નામના નંબર વાળી ગાડી વિજય કુમાર લાલના નામે નોંધાયેલી છે. પોલીસે જ્યારે વિજય કુમારની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે 23 જુલાઇની સવારે બાદલ પટેલ તેની કાર લઇને ગયો હતો. યુવતીની ઓળખ રામપુર નિવાસી અનિભાના રૂપમાં થઇ છે. તે ત્રણ દિવસોથી ગાયબ હતી. બતાવવામાં આવી રહ્યું છે કે બાદલ પટેલ સાથે અનિભા હંમેશા ફરતી હતી.

નકલી પત્રકાર ગેંગનો સભ્ય હતો બાદલ:
પોલીસ તપાસમાં બાદલ વિશે જાણવા મળ્યું હતું કે, તે અવૈધ વસૂલી અને બ્લેકમેલિંગ કરનાર નકલી પત્રકાર ગેંગનો સભ્ય હતો. બાદલ સામે ગત વર્ષે એસપી સિદ્ધાર્થ બહુગુણાએ કાર્યવાહી પણ કરી હતી અને છ બ્લેકમેલરને જેલ પણ મોકલ્યા હતા. આ ઉપરાંત એ પણ જાણવા મળ્યું હતું કે, બાદલના જેલ જવા દરમિયાન યુવતીની મિત્રતા આઈટી પાર્ક સ્થિત એક કંપનીના મેનેજર સાથે થઇ હતી. બન્નેની દોસ્તી મિત્રતામાં પરિણમી હતી. જેલમાંથી છૂટ્યા પછી આ વાત બાદલને ખબર પડી તો તેણે મેનેજરને માર પણ માર્યો હતો.

જેના કારણે અનિભા મર્ડર કેસમાં પોલીસ લવ ટ્રાયંગલની પણ તપાસ કરી રહી છે. આ અંગે અટકળો કરવામાં આવી રહી છે કે, આ વાતથી નારાજ બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડને ગોળી મારી દીધી હતી. એ વાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે યુવતીને માર્યા પછી આરોપી યુવક નદીમાં કુદી ગયો હતો. કારણ કે હત્યાના એક દિવસ પછી બોયફ્રેન્ડની લાશ નર્મદામાં તિલવારાઘાટ પર મળી હતી. પોલીસ આ ચોંકાવનારી ઘટનાના દરેક પહેલુ પર તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *