Reels બનાવવાના ચક્કરમાં યુવતીએ ગુમાવ્યો જીવ, બ્રેક મારવાનું જ ભૂલી જતાં કાર ખીણમાં ખાબકી; જુઓ Video

Maharashtra Viral Video: રીલ બનાવતી વખતે ઘણી વખત લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે આવી ઘટનાઓમાંથી ભાગ્યે જ કોઈ બોધપાઠ લેતું હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક છોકરી કાર ચલાવતી વખતે રીલ(Maharashtra Viral Video) બનાવી રહી હતી, પરંતુ ભૂલને કારણે કાર ખાડામાં પડી ગઈ અને તેનું કરુણ મોત થયું હોવાનું સામે આવ્યું છે.

રિવર્સ ગિયરમાં કાર ચલાવી રહી હતી
ઘટના મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના દૌલતાબાદ વિસ્તારમાં સુલીભંજન સ્થિત દત્ત મંદિર પાસેની છે. સમાચાર મુજબ, યુવતી તેના મિત્ર સાથે ફરવા નીકળી હતી અને કાર ચલાવતી વખતે તેનો વીડિયો બનાવી રહી હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે યુવતી રિવર્સ ગિયરમાં કાર ચલાવી રહી હતી પરંતુ આ પછી કાર બેકાબૂ થઈ ગઈ અને એક કરૂણ અકસ્માત સર્જાયો.

બ્રેકની જગ્યાએ એક્સીલેટર દબાવ્યું
જણાવવામાં આવી રહ્યું છે કે યુવતી રિવર્સ ગિયરમાં કાર ચલાવી રહી હતી પરંતુ જ્યારે તે કાર રોકવા આવી તો તેનો પગ બ્રેકની જગ્યાએ એક્સીલેટર પર પડ્યો અને કાર ઝડપથી પાછળની તરફ ગઈ, જ્યાં એક ખાડો હતો. યુવતી કારની સાથે ખાડામાં પડી હતી. પીડિતા શ્વેતા દીપક સુરવસે નામની 23 વર્ષની યુવતી હતી જે તેના મિત્ર શિવરાજ મુલે સાથે ફરવા ગઈ હતી. તાજેતરમાં જ તેણે કાર ચલાવવાનું શીખી લીધું હતું.

કલાકોની જહેમત બાદ કારને બહાર કાઢવામાં આવી
શ્વેતા સુરવસે 23 વર્ષની હતી. તે ઈલોરા ગુફાઓના માર્ગ પર દત્ત ધામ મંદિરની ટેકરી પર રીલ બનાવવા માટે (ડ્રાઈવિંગ જાણતી ન હોવા છતાં) કાર ચલાવી રહી હતી. બેકઅપ લેતી વખતે કાર ખાડામાં પલટી જતાં શ્વેતાનું મોત થયું હતું.તે કાર ચલાવતી વખતે વીડિયો રેકોર્ડ કરવા માંગતી હતી. તે કાર ચલાવી રહી હતી અને તેનો મિત્ર વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો. ત્યારે તેનો પગ બ્રેકને બદલે એક્સીલેટર પર પડ્યો હતો. શ્વેતાનો મિત્ર તેને બચાવવા દોડ્યો પરંતુ મોડું થઈ ગયું હતું અને કાર ખાડામાં પડી ગઈ હતી. કલાકોની જહેમત બાદ કારને બહાર કાઢવામાં આવી હતી. આ અકસ્માતમાં શ્વેતાનું મોત થયું હતું.

હચમચાવી દેતો વિડીયો થયો વાયરલ
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો ખૂબ જ ડરામણો છે. શ્વેતાનો મૃતદેહ રિકવર કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો જોઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો આ દુર્ઘટના પાછળનું કારણ રીલને ગણાવી રહ્યા છે જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે જે લોકોએ હમણાં જ કાર શીખી છે તેમને કાર પર સંપૂર્ણ નિયંત્રણ ન આપવું જોઈએ.