સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં અપહરણના બનાવો સતત બની રહ્યા છે. મોટા ભાગના અપહરણ(Kidnapping)ના કિસ્સામાં પોતાના સંબંધીઓ તેમજ પાડોશીઓ(Neighbors) જ હોવાનું સામે આવતું હોય છે. આ દરમિયાન, સુરત(Surat)માંથી આવો જ એક ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં શનિવારે ભટારના શ્રમ વિસ્તાર(Bhatar’s shram area)માં નિ:સંતાન પડોશી મહિલાએ બાજુમાં રહેતી અઢી વર્ષની બાળકીને રમાડવાના બહાને પોતાના ઘરે લઇ ગયા હતા. ત્યારબાદ તેનું અપહરણ કરીને રસ્તામાં તેના પ્રેમીને બોલાવીને સોંપી દેવામાં આવ્યું હતું.
જાણવા મળ્યું છે કે, રવિવારે આ અપહરણ કેસમાં ખટોદરા, સચિન જીઆઇડીસી, પાંડેસરા, ઉમરા પોલીસ અને એસઓજી, ડીસીબી સહિતના 125 પોલીસ જવાનોએ સતત 8 કલાકની શોધખોળ બાદ બાળકીને પાંડેસરાથી મળી આવી હતી. બાળકીને આરોપી મહિલા અને તેના પ્રેમી પાસેથી મુક્ત કરીને પોલીસે આરોપીઓની ધડપકડ કરવામાં આવી હતી.
પોલીસને તપાસમાં બાળકીના પરિવારે પાડોશી મહિલા બાળકીને દત્તક લેવાની અવારનવાર વાત કરતી હતી. જેના આધારે ખટોદરા પોલીસે પાંડેસરાથી 36 વર્ષીય સંગીતા ભૈયાલાલ ગુપ્તા અને તેના પ્રેમી 41 વર્ષના રાઘવેન્દ્ર યોગેશ રાજપુતને ધડપકડ કરવામાં આવી હતી.
જાણવા મળ્યું છે કે, મહિલા નિસંતાન હોવાથી આ બાળકીને અવર નવર રમાડવા માટે લઈ જતી હતી. શનિવારે. મહિલાએ બાળકીને રમવાના બહાને અપહરણ કરી તેના પ્રેમી રાઘેન્દ્રસીંગને બાળકીને આપી દીધી હતી. બાઇક બાળકીને બેસાડી પ્રેમી પાંડેસરામાં તેના ઘરે બાળકીને લઈ ગયો હતો. મહિલા બાળકીનું અપહરણ કરીને 3-4 દિવસ બાદ ભટારમાં જે જગ્યાએ પતિ સાથે રહેતી હતી. ત્યાંથી પતિને છોડી બાળકીને પ્રેમી સાથે ભાગી જવાની તૈયારીમાં હતો. જાણવા મળ્યું છે કે, મહિલાનો પતિ કડિયાકામ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.