ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશના હરદોઇ જિલ્લામાં એક મહિલાએ યુવક અને તેના પરિવારના સભ્યોની કંટાળીને ફાંસી ખાઈ પોતાનું જીવન ટુકાવ્યું હતું. મહિલાએ આત્મહત્યા પહેલા પોતાની ફેસબુક પ્રોફાઇલ પર આરોપી યુવક અને તેના પરિવાર વિરુધ એક પોસ્ટ પણ લખી હતી અને લોકોને મદદ માટે અપીલ કરી હતી. પોસ્ટના થોડા સમય પછી મહિલાએ તેના ઘરમાં આત્મહત્યા કરી હતી. મહિલાના ઘરની બાજુમાં જ આરોપી યુવક રહેતો હતો. તે દરમિયાન યુવક મહિલાને સતત પરેશાન કરતો હતો. આરોપ છે કે, તેણે મહિલા અને તેના પરિવારના સભ્યોને માર્યા હતા.
આ અંગે પોલીસ સ્ટેશનમાં પીડિત મહિલાએ ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ કોઇ કાર્યવાહી ન થતાં પીડિતાએ ફેસબુક પર પોસ્ટ લખીને આત્મહત્યા કરી હતી. મહિલાની ફેસબુક પોસ્ટ વાયરલ થયા પછી પોલીસે આરોપી યુવકની અટકાયત કરી હતી.
રવિવારે રાત્રે રોલી ગુપ્તાએ પોતાના ઘરના બાથરૂમમાં ફાંસી લગાવી લીધી હતી. જ્યારે સોશિયલ મીડિયા પર મૃતક મહિલાની ફેસબુક પોસ્ટ વાયરલ થઈ ત્યારે સમગ્ર વિસ્તારના લોકો ચોંકી ગયા હતા. લવી ત્રિવેદી રોલી ગુપ્તાને હેરાનવ કરતો હતો. મૃતક મહિલાના પરિવારનો આરોપ છે કે, બે દિવસ પહેલા લવી ત્રિવેદી મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેનો મોબાઈલ અને કેટલાક પૈસા લઇ લીધા હતા.
એસપીએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશન માધોગંજ જિલ્લા હરદોઈનો આ મામલો છે. એવું કહેવામાં આવ્યું હતું કે, તેની પત્નીએ આત્મહત્યા કરી લીધી છે. તે માહિતી પર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ત્યાં જરૂરી પુરાવા રજૂ કર્યા બાદ 40 વર્ષના મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.