રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે, તમામ રેસ્ટોરંટ, દુકાનો, જીમ, થિયેટર વગેરે જાહેર સ્થળો છે તેમના માલિકો અને તેમાં કાર્ય કરતા કર્મચારીઓએ કોરોનાની રસી 30 જુન સુધીમાં નહિ લેવામાં આવે તો પોતાની માલિકીની જગ્યાઓ ચાલુ કરી શકાશે નહિ.
ત્યારે હવે સુરત શહેરમાં વેકસીનના ડોઝ ઓછા આવતા હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે સુરત શહેરમાં 114 સેન્ટર પર કોરોનાની વેક્સીન મળી રહી છે. જોકે જોવામાં આવે તો તમામ વેક્સીનેશન સેન્ટર બહાર લાંબી લાઈનો લાગી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં સુરત ટેક્સટાઈલ માર્કેટના કામદારોને આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કામદારો પોતાના ધંધા અને રોજગારને બંધ કરીને ટીફીન લઈને રસી લેવા માટે લાંબી કતારમાં ઉભા જોવા મળી રહ્યા છે. કલાકો સુધી તડકામાં ઉભા રહેવા છતાં પણ રસી મળે તે પ્રમાણેની કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી તેવું કામદારો દ્વારા જાણવા મળ્યું છે.
સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં વેક્સીન માટે ખુબ જ લાંબી કતારો લાગી છે. વહેલી સવારથી જ લોકો પોતાના ટીફીન લઈને લાઈનમાં ઉભા જોવા મળી રહ્યા છે. હાલમાં સુરત શહેરમાં વેક્સીનેશન માટે કફોડી સ્થિતિ ટેક્સટાઇલ માર્કેટની હોય તેવું લાગી રહ્યું છે. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં લાખો કારીગરો વેક્સીન મળી નથી. આજે કામદારો પોતાનો ધંધો-રોજગાર બંધ કરીને રસી લેવા માટે આવ્યા છે.
સુરત શહેરના સલાબતપુરા, પુણા સહિતના અનેક વિસ્તારમાં આવેલા રસીકરણ સેન્ટરો પર લાંબી કતારો લાગી છે. મહાનગર પાલિકા દ્વારા મોટા ઉપાડે શરુ કરેલા 230 સેન્ટરોમાંથી હાલમાં 114 વેક્સીનેશન સેન્ટર શરુ છે. રસીનો જથ્થો ઓછા પ્રમાણમાં આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.