1.જે લોકો મોડા સુધી સુવે છે
જેઓ મોડા સુધી ઉઘે છે, તેમને જીવનમાં પૈસાની તંગીનો સામનો કરવો પડે છે. મા લક્ષ્મી મોડે સુધી સુતા લોકોને પસંદ નથી કરતા, તેથી તેઓ તેમના પર આશીર્વાદ વરસાવતા નથી.
2.કઠોર વાત બોલવા વાળા લોકો
જે લોકો કઠોર શબ્દો બોલે છે અથવા અસભ્ય વર્તન કરે છે તે કોઈને પસંદ નથી. માતા લક્ષ્મી પણ આવા લોકોને પસંદ નથી કરતા. તેથી,કઠોર વાતો બોલવા વાળા અને અસભ્ય વર્તન કરવા વાળા લોકો પાસે ન તો તે વ્યક્તિના મિત્રો-સંબંધીઓ સાથે રહે છે અથવા ન તો તેમની પાસે નાણાં સાથે રહે છે.
3.ગંદા લોકો
રોજ સ્નાન કરવું, દાંત સાફ કરવા, સ્વચ્છ કપડાં પહેરવા ખૂબ જરૂરી છે.ગંદકી સાથે જીવતા લોકોને દેવી લક્ષ્મી પસંદ નથી કરતા. જ્યાં સ્વચ્છતા ન હોય ત્યાં દેવી લક્ષ્મી ક્યારેય રહેતી નથી.
4.કપટી લોકો
કપટ અને અપ્રમાણિકતા દ્વારા, વ્યક્તિને થોડા સમય માટે ફાયદો થઈ શકે છે, પરંતુ સત્ય બહાર આવ્યા પછી, કોઈ તેના પર વિશ્વાસ કરતું નથી. દેવી લક્ષ્મી પણ આવા લોકોની તરફેણ કરતી નથી.
5.અતિશય આહાર
આચાર્ય ચાણક્ય કહે છે કે વ્યક્તિએ હંમેશા એટલું જ ખોરાક લેવું જોઈએ જેટલું તેના શરીરને જરૂરી હોય. વધુ પડતો ખોરાક ખાવાથી ઘણા રોગો થાય છે અને પૈસા કમાવાને બદલે બિનઆરોગ્યપ્રદ વ્યક્તિ સારવાર વગેરેમાં નાણાં ગુમાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.