અનોખા લગ્ન: હોસ્પિટલમાં મંડપ શણગારવામાં આવ્યો, વરરાજાએ દુલ્હનને ઊંચકી લીધા સાત ફેરા

viral hospital wedding: મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં એક અનોખા લગ્ન થયા જેનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વરરાજો જાન લઈને હોસ્પિટલ પહોંચ્યો. હકીકતમાં લગ્નના થોડા દિવસ પહેલા જ દુલ્હન બીમાર થઈ ગઈ હતી. વરરજો તેથી જાન લઈને (viral hospital wedding) હોસ્પિટલ જ પહોંચી ગયો. જ્યાં તેણે પોતાની થનાર પત્નીને ઊંચકી સાથ ફેરા લીધા હતા. અને સેંથો પણ પૂર્યો હતો.

અખાત્રીજના દિવસે લગ્નના તમામ રીતે રિવાજો કરવામાં આવ્યા હતા. જે કોઈએ પણ આ લગ્ન જોયા તે બધા વરરાજાના વખાણ કરતા થાકતા નથી. હકીકતમાં બ્યાવરાના પરમસીટી કોલોનીમાં રહેતા જગદીશસિંહના ભાણેજ આદિત્ય સિંહના લગ્ન કુંભરાજમાં રહેતી નંદની સાથે નક્કી થયા હતા. લગ્ન 1 મેના રોજ અખાત્રીજના દિવસે કુંભરાજની નજીક પુરષોત્તમ પુરા ગામમાં થનાર હતા. પરંતુ લગ્નના 5 દિવસ પહેલા જ દુલ્હનની તબિયત ખરાબ થઈ ગઈ. જેથી તેને 24 એપ્રિલના રોજ બ્યાવરાના પંજાબી નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવી હતી.

ડોક્ટરે જણાવ્યું હતું કે નંદનીની તબિયત વધારે ખરાબ હોવાને કારણે તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. જ્યારે સંબંધીઓએ અખાત્રીજના શુભ મુરતે જ લગ્ન કરવાની વાત કરી તો ડોક્ટરે કહ્યું કે છોકરી વધારે સમય સુધી બેસી શકશે નહીં.

ત્યારબાદ પરિવારના લોકોએ ડોક્ટર પાસેથી સલાહ લઈ હોસ્પિટલમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો. વરરાજાનુ  માનીએ તો જો આજના દિવસે લગ્ન ન થાત તો બે વર્ષ સુધી કોઈ મુરત હતું નહીં.

હોસ્પિટલમાં મંડપ રોપાયો
બુધવારની રાત્રે વરરાજો આદિત્ય પોતાની દુલ્હન સાથે લગ્ન કરવા માટે બેન્ડવાજા સાથે હોસ્પિટલ પહોંચ્યો. જ્યાં વૈદિક મંત્રો સાથે લગ્ન કરવામાં આવ્યા હતા.

લગ્ન દરમિયાન દુલ્હન નંદીની ચાલી શકે તેમ હતી નહીં. એટલા માટે વરરાજા આદિત્યએ હોસ્પિટલમાં લગાવવામાં આવેલ મંડપમાં જ દુલ્હનને પોતાના બંને હાથોમાં ઊંચકી લઈ સાત ફેરા લીધા. આ દરમિયાન હોસ્પિટલમાં જ વરરાજાએ દુલ્હનની માંગ ભરી અને મંગળસૂત્ર પણ પહેરાવ્યું હતું.