મંગળસૂત્ર બંધાઈ ગયું… સાત જન્મોના બંધાણી થઇ ગયા ને, વિદાય ટાણે દુલ્હાએ એવી હરકત કરી કે, વગર દુલ્હને જ પાછુ જવું પડ્યું

લગ્નોમાં અનેક વાર એવી ઘટના બનતી હોઈ છે કે, મામલો મંડપથી લઈને પોલીસ મથક સુધી પહોંચી જાય છે. કેટલીક વાર કેસના પતાવટ થઈ જાય છે પરંતુ કેટલીકવાર એવું પણ થાય છે કે જન્યાઓ દુલ્હનને લીધા વગર જ ઘરે પરત ફરી જાય છે. આપણે આવા અનેક કિસ્સાઓ સાંભળ્યા જ હશે.

આવી ઘટનાઓમાં મોટે ભાગે છોકરાવાળાઓની ભૂલ જ જોવા મળે છે. ત્યારે અવી વધુ એક ઉત્તર પ્રદેશમાં આવેલા ઝાંસીથી સાથે આવી છે. ઝાંસી માંથી ખુબજ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ઝાંસીમાં જાનનું છોકરીવાળા દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ લગ્નની તમામ રસ્મો પણ શરૂ થઈ ગઈ હતી. જયમાલા બાદ દુલ્હન દુલ્હાના ફેરા પણ પતી ગયા.

ત્યાર બાદ વિદાયનો સમય આવ્યો. જયારે વરરાજા કારમાં બેઠા ત્યારે તે પડી ગયો. જમીન પર પડતાની સાથે જ વરરાજાએ એવી હરકતો ચાલુ કરી કે, દુલ્હન તો સ્તબ્ધ થઈ ગઈ હતી. વરરાજાની હરકતો જોઇને દુલ્હનએ સાસરે જવાની ના પાડી દીધી હતી.

આ જોઈને સમગ્ર મામલો ગરમાઈ ગયો. ત્યાર બાદ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. કોઈ પણ ભોગે જાનૈયાઓ દુલ્હનને લઈ જવા માટે માથાપચ્ચી કરી રહ્યા હતા. વરરાજાને વાઈની બીમારી હોવાની વાત છૂપાવવા બદલ દીકરીને સાસરે ન મોકલવા માટે દુલ્હન પક્ષ મક્કમ હતા.

મળેલી માહિતી અનુસાર, અલીગોળ ખિડકી રહીશ દીપક શાક્યની બહેન આરતી (28 વર્ષ)ના લગ્ન પ્રેમનગર પોલીસ મથક હદના રાજકુમાર સાથે નક્કી કરવામાં આવ્યા હતા. બંનેની સગાઈ બે મહિના પહેલા થઈ હતી અને 11 માર્ચે લગ્ન થવાના હતા અને 12 માર્ચે વિદાયનો સમય આવ્યો હતો. વરરાજો જયારે કારમાં બેસવા માટે ગયો ત્યારે વાઈની બીમારી હોવાનું સામે આવ્યું હતું. જમીન સાથે શરીર અકડાતા અને કપડાં ફાટતા જોઈને પરિજનોએ ચપ્પલ સૂંઘાડવા માંડ્યા હતા અને ત્યારે વરરાજા ઠીક થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *