ધરતી ફાડીને છૂટ્યા ફુવારા, આખો હાઇવે થયો પાણી પાણી: જુઓ ભયાનક વિડિયો

Telangana water pipeline: તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લાના સદાશિવપેઠ વિસ્તારમાં મિશન ભાગીરથની એક પાણીની પાઇપલાઇન ફાટી ગઈ હતી. આ ઘટના બાદ હડકંપ (Telangana water pipeline) મચી ગયો હતો. આ દુર્ઘટના નેશનલ હાઇવે 65ની પાસે પેદાપુર નજીક થઈ હતી. જ્યાં પાઇપલાઇન ઝડપથી રોડ પર વહેવા લાગ્યું હતું.

વધારે પડતા પ્રેશરના કારણે રોડ પર પાણીનો પ્રવાહ ઝડપી થયો હતો. પ્રવાહ એટલો બધો પ્રચંડ હતો કે ત્યાંથી પસાર થઈ રહેલા ટુ વ્હીલ અને ફોરવીલ વાહનોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા વાહન ચાલકોએ પોતાની સ્પીડ ઓછી કરીને ગાડી આગળ પસાર કરી હતી, તો કેટલાક લોકોએ તો પોતાની ગાડીઓ રોડની સાઈડમાં જ ઉભી રાખી દીધી હતી. થોડા સમય માટે તો પાણીના પ્રવાહને લીધે હાઇવે અટકી ગયો હતો.

સ્થાનિક લોકોએ તરત તેની જાણકારી સ્થાનિક પ્રશાસનને આપી હતી. અધિકારીઓએ તેની ગંભીરતાને જોતા તરત કાર્યવાહી કરતાં ફક્ત 10 મિનિટમાં પાઇપલાઇનમાં પાણીનો પ્રવાહ રોકી દીધો હતો.

જોકે સારી વાત એ રહી છે કે આ દુર્ઘટના વખતે કોઈ મોટું વાહન પાઇપલાઇનની ઉપરથી પસાર થઈ રહ્યું ન હતું. જેનાથી જાનમાલનું નુકસાન થયું નથી. જોકે આ ઘટના બન્યા બાદ મિશન ભાગીરથીની ગુણવત્તા અને વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા છે.

સ્થાનિક પ્રશાસનનું કહેવું છે કે લીકેજના કારણે તપાસ કરવામાં આવી રહી છે અને જરૂર પડે સંબંધિત એન્જિનિયરિંગ ટીમ પર પણ કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ પાઇપલાઇનના રીપેરીંગ નું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે જેના લીધે જળસંકટ ન આવે.