Hanumangarhi Temple: ઉત્તરાખંડમાં ભવાલી-અલમોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સ્થિત કૈંચી ધામ આસ્થાનું કેન્દ્ર છે. શાંતિપૂર્ણ વાતાવરણ અને હરિયાળી વચ્ચે આવેલું આ ધામ ખૂબ જ શાંતિપૂર્ણ અને સુંદર છે. અહીં આવવાથી વ્યક્તિને આધ્યાત્મિક શાંતિ મળે છે. તેની સ્થાપના દિવ્ય પુરુષ નીમ(Hanumangarhi Temple) કરોલી બાબા દ્વારા કરવામાં આવી હતી, પરંતુ શું તમે જાણો છો કે કૈંચી ધામ પહેલા બાબાએ નૈનીતાલમાં એક બીજું મંદિર બનાવ્યું હતું, જે હાલમાં હનુમાન ગાદી નૈનીતાલ તરીકે ઓળખાય છે.
દિલથી અહીં આવનાર દરેક ભક્તની ઈચ્છા થાય છે પુરી
દરિયાની સપાટીથી લગભગ 1951 મીટરની ઉંચાઈ પર આવેલું આ હનુમાન મંદિર સાચા દિલથી અહીં આવનાર દરેક ભક્તની ઈચ્છા પૂરી કરે છે એવું માનવામાં આવે છે. આ મંદિર નીમ કરૌલી મહારાજે 1953માં બનાવ્યું હતું. આ મંદિરની ટેકરીની બીજી બાજુ શીતળા માતાનું મંદિર આવેલું છે અને આ બંને મંદિરોમાં ભક્તોની અપાર શ્રદ્ધા છે.
અહીંના લોકોની મંદિરને લઈને રહેલી માન્યતાઓ અનુસાર જે ભક્ત સાચા મનથી પ્રાર્થના કરીને મનોકામના માંગે છે, તે અવશ્ય પુરી થાય છે. દર વર્ષે આ મંદિરમાં ભક્તોની ભીડ રહેતી હોય છે. આ મંદિરથી પર્વત તથા હિમાલય નું સુંદર દ્રશ્ય જોવા મળે છે. આ મંદિરનાં પરિસરમાં પહોંચવા માટે ૭૦ પગથિયા ચઢવા પડે છે.
મંદિરનો ઇતિહાસ
હનુમાનગઢી મંદિરનાં નિર્માણ વિશે સ્થાનિય નિવાસીઓનું કહેવું છે કે મંદિર પરિસરની જગ્યા પર પહેલા એક ગાઢ જંગલ હતું. એક માટીનો પથ્થર હતો, જેની નજીક બેસીને સંત નીમ કરોલી એક વર્ષ સુધી “રામ નામ” નાં જાપ કર્યા હતા. સંતની આવી ભક્તિ જોઈને ત્યાં રહેલ વૃક્ષો પણ “રામ” નું નામ જપવા લાગ્યા હતા. આ અદભુત દ્રશ્ય જોઈને કીર્તન કરાવ્યા અને કીર્તન સમાપ્ત થયા બાદ ભંડારો કર્યો.
પરંતુ પ્રસાદ બનાવતા સમયે ઘી ઓછું પડી ગયું તો બાબાએ પાણીને એક તપેલામાં નાખી દીધું. ચમત્કાર ત્યારે થયો જ્યારે પાણી ધીમા પરિવર્તિત થઇ ગયું. આજે પણ આ અદભુત કહાની સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.
પર્યટકોને ખુબ જ પસંદ આવે છે આ જગ્યા
આ પવિત્ર મંદિરના અષ્ટધાતુની બનેલી ભગવાન રામ-સીતા તથા ભગવાન કૃષ્ણની પ્રતિમા તથા બાબા નીમ કરોલી મહારાજની પ્રતિમા સ્થાપિત છે. હનુમાનગઢીની પાસે એક મોટી વેધશાળા છે. આ સ્થાનમાં હનુમાન મંદિર સિવાય દેવી મંદિર મંદિર અને માતા અંજના નું મંદિર છે. આ ધાર્મિક સ્થળ પોતાની પ્રાકૃતિક સૌંદર્યતા, ઊંચા ઊંચા પર્વત અને લીલાછમ વૃક્ષો તથા ઠંડી હવાઓને કારણે પર્યટકોને ખુબ જ પસંદ આવે છે. આ પવિત્ર સ્થાન પર થી સાંજના સમયે પર્વતોમાં ડુબતા સુર્યાસ્તનો નજારો ખુબ જ સુંદર હોય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App