મકાન ધરાશાયી થતા ફળીયામાં રમતી બે નાનકડી ફૂલ જેવી દીકરીઓ મોતને ભેટી- ‘ઓમ શાંતિ’

એક મકાન ધરાશાયી થતાં દર્દનાક ઘટના સામે આવી છે. જેમાં બે માસુમ બાળકીઓના દર્દનાક મોત નીપજ્યા હતા. આ ઘટના જિલ્લાના લાલૌથી પોલીસ સ્ટેશન હેઠળના કરાઈહાઈ માજરે સલોનાના ડેરા ગામમાં બની હતી. પોલીસે બંને બાળકીના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે તપાસ શરૂ કરી છે. આ બનાવથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

આ ઘટના બાદ મહેસૂલ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પીડિત પરિવારને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. ગ્રામજનોનું કહેવું છે કે 5 વર્ષની નયના અને 6 વર્ષની પ્રાંશી ઘરની બહાર આરામથી રમી રહી હતી. પરંતુ અચાનક મકાન ધરાશાયી થવાને કારણે બંને માસુમ બાળકીઓના મોત નીપજ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવવાનું શરૂ કર્યું હતું પરંતુ ત્યાં સુધીમાં બંને બાળકીઓના મોત થઈ ચૂક્યા હતા.

પોલીસે જણાવ્યું કે, કમલેશની 5 વર્ષની નૈના અને 6 વર્ષની પ્રાંશીનું મોત પોલીસ સ્ટેશન વિસ્તારના ડેરા ગામમાં એક ઘર પડવાને કારણે થયું હતું. પીડિત પરિવારને સરકાર દ્વારા શક્ય તમામ મદદ કરવામાં આવશે.

જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશમાં વરસાદ સંબંધિત અકસ્માતોમાં લગભગ 11 લોકોના મોત થયા છે. પૂરના કારણે ખરાબ પરિસ્થિતિને જોતા સીએમ યોગી આદિત્યનાથ એક્શનમાં છે, તેઓ ઘણા જિલ્લાઓની મુલાકાત લેશે. મુખ્યમંત્રીએ રાજ્યમાં અતિવૃષ્ટિ, વીજળી પડવા અને વરસાદ સંબંધિત અન્ય ઘટનાઓને કારણે થયેલા લોકોના મૃત્યુ અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. આ સાથે તેમણે મૃતકોના પરિવારજનોને તાત્કાલિક સહાય આપવાનો નિર્દેશ આપ્યો છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય માટે જરૂરિયાત મુજબ NDRF, SDRF અને PACની ટીમો તૈનાત કરવા સૂચના આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *