સાઉદી અરેબિયા બાદ વધુ એક મુસ્લિમ દેશમાં થશે હિંદુ સ્વામિનારાયણ મંદિરનો શંખનાદ

બહેરીન(Bahrain): આપણી હિન્દુ સંસ્કૃતિ(Culture) દેશ-વિદેશ ફેલાયેલી છે. વિદેશોમાં ઘણા બધા હિન્દુ મંદિરો સ્થપાયેલા છે. આ ઉપરાંત, મુસ્લિમ દેશમાં પણ હિન્દુ મંદિરો જોવા મળે છે. સાઉદી અરેબિયા(Saudi Arabia) બાદ હવે બહેરીનમાં હિન્દુ મંદિર બનશે. આ માટે બહેરીનના(Bahrain) શાહી પરિવારે જમીન દાનમાં આપી છે. BAPS સ્વામિનારાયણ સંસ્થા હેઠળ હિન્દુ(Hindu) મંદિર(Temple) બનાવવામાં આવશે. વડાપ્રધાન(Prime Minister) મોદી(modi)એ આ ક્ષણને ઐતિહાસિક ગણાવી છે.

આ મુદ્દા પર ચર્ચા કરવા માટે, બહેરીનના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન સલમાન બિન હમાદ અલ ખલીફાએ સાઉદી અરેબિયામાં BAPS હિન્દુ મંદિરના વડા સાથે મુલાકાત કરી હતી. અબુ ધાબીના હિંદુ મંદિરના સંત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી અને BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રતિનિધિમંડળે મનામામાં શાહી મહેલમાં ક્રાઉન પોલીસને મળ્યા હતા.

મળતી માહિતી અનુસાર, મધ્ય પૂર્વમાં બહેરીન બીજો દેશ છે જ્યાં BAPS સ્વામિનારાયણ સંસ્થા પરંપરાગત હિન્દુ મંદિરનું નિર્માણ કરાશે. બહેરીન સરકારે મંદિરના નિર્માણ માટે જમીન દાનમાં આપી છે. બ્રહ્મવિહારી સ્વામીએ ક્રાઉન પ્રિન્સ પાસેથી મંદિરના નિર્માણ માટે જમીન મેળવવા બદલ તેમનો આભાર માન્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક સંદેશ પણ આપ્યો જેમાં વડાપ્રધાન મોદીએ આ ઐતિહાસિક ક્ષણનું સ્વાગત કર્યું છે.

સ્વામીએ કહ્યું કે, જમીનના રૂપમાં આ ઐતિહાસિક ભેટ મેળવવા માટે અમે બહેરીનના ક્રાઉન પ્રિન્સ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આભારી છીએ. આ બંને દેશો વચ્ચેના સારા સંબંધો દર્શાવે છે. BAPS મધ્ય પૂર્વના વડા અને આંતરરાષ્ટ્રીય સંયોજક સ્વામીએ જણાવ્યું હતું કે આ મંદિર તમામ ધર્મના લોકો માટે ખુલ્લું રહેશે. જેઓ ભારતીય પરંપરાઓ વિશે જાણવા અને સમજવા માગે છે તેઓનું અહીં સ્વાગત છે.

તેમણે કહ્યું કે, BAPS સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ હિન્દુ ધર્મ માટે એક ઐતિહાસિક ક્ષણ છે. તે ભારત અને બહેરીનના સંબંધો માટે પણ ખાસ છે. સાથે મળીને તે આંતરરાષ્ટ્રીય સંવાદિતા માટે મહત્વપૂર્ણ છે. UAEના અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે. તાજેતરમાં જ મંદિરનો પાયો નાખવામાં આવ્યો હતો. આ મંદિર ફેબ્રુઆરી 2024માં જાહેર જનતા માટે ખુલવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *