હોસ્પિટલના ચોથા માળેથી પિતાએ પહેલાં 10 વર્ષના પુત્રને ફેંક્યો, પછી પોતે કૂદીને કરી લીધી આત્મહત્યા

ઉત્તર પ્રદેશના બરેલીમાં એક પિતાએ પુત્ર સામે આત્મહત્યા કરી હતી. એક પિતાએ પહેલાં 10 વર્ષના દીકરાને ચોથા માળેથી નીચે ફેંકી દીધો અને પોતે પણ કૂદી પડ્યો હતો. જેમાં બંનેના મોત નિપજ્યા છે. પરિવારનો આરોપ છે કે, હોસ્પિટલવાલા બિલને લઈને વારંવાર પરેશાન કરતા હતા. તેનાથી કંટાળીને યુવકે દીકરાને મારીને પોતે પણ સુસાઈડ કરી લીધું હતું. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

ગંગાશીલ હોસ્પિટલમાં ચોથા માળેથી દીપક નામનો વેપારી એડમિટ હતો. ત્રણ દિવસ પહેલાં જ તબિયત ખરાબ થવાને કારણે દીપકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેનો 10 વર્ષનો પુત્ર દિવ્યાંશ પોતાની ફઈબાની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો, કે જેથી પિતાના ડિસ્ચાર્જ કરાવીને ઘર લઈ જઈ શકે.

પોતાની સાતે પુત્ર દિવ્યાંશને લઈને વોર્ડની બહાર નીકળ્યો હતો. તેને પુત્ર અચાનક જ ઉપાડીને ચોથા માળેથી નીચે ફેંકી દીધો. લોક કંઈ સમજે તે પહેલાં જ પોતે પણ નીચે કૂદી પડ્યો હતો. હોસ્પિટલમાં આ ઘટનાથી દોડાદોડી થઈ ગઈ હતી. આ ઘટના બાદ લોકો નીચે પહોંચ્યા અને બંનેની તપાસ કરતા પિતા અને પુત્રનું મોત થઈ ગયું હતું.

બરેલીમાં જ તેની દુકાન છે. મૃતકના નણંદોઈએ જણાવ્યું હતું કે, હોસ્પિટલવાળા સતત બિલ ભરવા દબાણ કરતા હતા. લોકડાઉનને કારણે વેપાર એકદમ બંધ થઇ ગયો હતો અને વધુ પૈસા પણ ન હતા. દરરોજ હોસ્પિટલવાળા બિલ ભરવાનું દબાણ કરતા હતા. આ ટેન્શનમાં દીપકે આત્મહત્યા કરી હતી. જો કે હોસ્પિટલ પ્રશાસને આ આરોપોને નકારી દીધા છે. પત્ની અને માંની દીપકના સમાચાર મળતા જ રોઈને હાલત ખરાબ થઈ ગઈ છે. દીપકને 5 વર્ષની એક દીકરી અને દિવ્યાંશ 10 વર્ષનો હતો. તે પોતાની પપ્પાને ડિસ્ચાર્જ કરાવવા ફઈ સાથે આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *