રીતિકાને ફેસબુક ફ્રેન્ડ સાથે લિવ-ઈનમાં રહેવું ભારે પડ્યું! – પતિએ હાથ બાંધીને ચોથા માળેથી ફેંકી દીધી

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh): આગ્રામાં તાજગંજ ફેઝ દો સ્થિત ઓમ શ્રી પ્લેટિનમ એપાર્ટમેન્ટ(Om Shree Platinum Apartment)ના ચોથા માળે રહેતી 30 વર્ષીય ફેશન અને ફૂડ બ્લોગર રીતિકા સિંઘને હાથ બાંધીને નીચે ફેકી દેવામાં આવી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મળતી માહિતી અનુસાર રિતિકા છેલ્લા ત્રણ વર્ષથી તેના ફેસબુક ફ્રેન્ડ વિપુલ અગ્રવાલ સાથે તેના પતિ આકાશ ગૌતમને છોડીને લિવ-ઈનમાં રહેતી હતી. પોલીસે આ કેસમાં રિતિકાના પતિ આકાશ ગૌતમ અને તેની સાથે રહેલી બે મહિલાઓ ઉપરાંત રિતિકાના ફેસબુક ફ્રેન્ડને પણ કસ્ટડીમાં લીધા છે.

આ ઘટનાની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે ઓમ શ્રી પ્લેટિનમ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોની સૂચના પર પોલીસ સ્ટેશન તાજગંજ ઘટનાસ્થળે પહોંચી હતી. તેણે જણાવ્યું કે, મહિલાની ઓળખ રિતિકા તરીકે થઈ છે જે વિપુલ અગ્રવાલ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. તેણે જણાવ્યું કે, વિપુલનો તેની પત્નીથી છૂટાછેડાનો કેસ પેન્ડિંગ છે.

તેણે જણાવ્યું કે, શુક્રવારે બપોરે 12 વાગ્યાની આસપાસ ત્રણ યુવકો અને બે મહિલાઓ તેના ફ્લેટ પર આવ્યા હતા. તેણે જણાવ્યું કે, એપાર્ટમેન્ટના લોકોએ કંઈક પડવાનો અવાજ સાંભળ્યો અને જ્યારે તેઓ બહાર આવ્યા તો તેમણે મહિલાને લોહીથી લથપથ પડી જોઈ અને પોલીસને જાણ કરી.

પોલીસે આ ઘટનામાં કથિત રીતે સામેલ બે મહિલાઓ સુનીતા અને સુશીલા સાથે આકાશ ગૌતમને કસ્ટડીમાં લીધો હતો. પોલીસે જણાવ્યું કે, આ સાથે વિપુલને પણ પોલીસે કસ્ટડીમાં લીધો છે. લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગાઝિયાબાદના વિજય નગરમાં રહેતી મૂળ રિતિકાએ વર્ષ 2014માં ટુંડલાના નાગલા ઝમ્મનમાં રહેતા આકાશ ગૌતમ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.

લગ્ન પછી બંને ફિરોઝાબાદમાં રહેતા હતા. જ્યાં તેનો પતિ આકાશ કન્સલ્ટન્સી કોચિંગ ચલાવતો હતો. આ પછી તે આગ્રા શિફ્ટ થઈ ગયો. આ દરમિયાન, વર્ષ 2017માં રિતિકા અગ્રવાલ સાથે ફેસબુક પર મિત્ર બની હતી. ટુંડલાના મોટા બજાર વિસ્તારમાં રહેતો વિપુલ પહેલાથી જ પરિણીત છે. આકાશને તેમના સંબંધો વિશે ખબર પડી, જેના કારણે તેમની વચ્ચે ઝઘડો શરૂ થયો. આ પછી વર્ષ 2019માં રિતિકા તેના પતિ આકાશને છોડીને વિપુલ સાથે રહેવા ચાલી ગઈ હતી.

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, શુક્રવારે સવારે 11 વાગ્યે આકાશ બે મહિલાઓ અને બે યુવકો સાથે ઓમ શ્રી પ્લેટિનમ એપાર્ટમેન્ટમાં આવ્યો હતો અને રિતિકાના ફ્લેટનો દરવાજો ખોલતાં જ તેણે મારવાનું શરૂ કર્યું હતું. આ પછી તેણે તેના સાથીઓ સાથે વિપુલના હાથ બાંધી દીધા અને તેને બાથરૂમમાં બંધ કરી દીધો અને રીતિકાને માર મારવા લાગ્યો.

વિપુલે પોલીસને જણાવ્યું હતું કે, આકાશ અને તેની સાથે આવેલા લોકોએ રીતિકાના હાથ દોરડાથી બાંધી દીધા હતા અને રિતિકાને ગળામાં દોરડું બાંધીને બાલ્કનીમાંથી નીચે ફેંકી દીધી હતી. વિપુલના કહેવા પ્રમાણે, તેઓ તેને પણ મારવાના હતા. પરંતુ તેણે બાથરૂમનો દરવાજો તોડી નાખ્યો અને અવાજ કરવા લાગ્યો, જે સાંભળીને આસપાસના લોકો ત્યાં આવી ગયા. તેમને જોઈને આ પાંચેય લોકો ભાગવા લાગ્યા. જોકે, એપાર્ટમેન્ટ માલિકોએ આકાશ અને તેની સાથે આવેલી બે મહિલાઓને પકડી પાડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *