જામફળ વેચી રહેલી વૃદ્ધ મહિલાને જોઇને ભાવુક થયા IPS અધિકારી અને કહ્યું કે… -જુઓ વિડીયો

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે ઘણા સમય પછી કડક પ્રતિબંધોને હળવા કરવામાં આવી રહ્યા છે અને ધીમે ધીમે અર્થવ્યવસ્થા ખુલી રહી છે.

ત્યારે આવા સમય દરમિયાન લોકો ફરી એક વાર કામ ધંધે જઈ રહ્યા છે. ત્યારે હાલમાં જ એક પોસ્ટ સોશિયલ મીડિયાના માધ્યમથી ખુબ જ વાયરલ થઇ રહી છે. અમે તમને જણાવી દઈએ કે આ પોસ્ટમાં એક વૃદ્ધ મહિલા રસ્તાની બાજુમાં જામફળ વેચતી જોવા મળે છે.

આઇપીએસ અધિકારી નવનીત સિકેરાએ વૃદ્ધનો ફોટો શેર કર્યો છે. જેને હજારો લાઈક્સ મળી રહી છે. નવનીત સિકેરાએ એક વૃદ્ધ મહિલાનો ફોટો શેર કરતી વખતે અનોખો સંદેશ આપ્યો છે. જેને દરેક લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે.

આઈપીએસ અધિકારી નવનીતે પોસ્ટ શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ‘મોલના ભાવ અને દિલના ભાવ” લોકડાઉન ઘણા સમય પછી લોકડાઉન ખુલ્યું છે. આ તસ્વીર દરેક શેરીની છે અને દરેક વિસ્તારની છે. ભાવમાં આમ તેમ કર્યા વગર દિલના ભાવથી લઇ લેજો. જો આમ કરશો તેઓનું પેટ ભરાશે તો તે લોકો કોઈ મુશ્કેલી વિના કે ચિંતા વગર સુઈ શકશે.

ચાલો અમે તમને જણાવીએ કે, આઈપીએસ અધિકારી નવનીતે લોકોને અપીલ કરી છે કે કોરોનાકાળ દરમિયાન લોકોએ સ્થાનિક ફળો ખરીદવા અને ખાવા જોઈએ. આનાથી સ્થાનિક લોકોને રોજગાર મળશે અને કોરોનાકાળ દરમિયાન તેમને મદદ પણ થશે.

અમે તમને જણાવી દઈએ કે, આઈપીએસ અધિકારી નવનીત ઘણીવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરે છે. લોકોની મદદ માટે કેવી રીતે પહોચવું તે ઝલક તેમની પોસ્ટ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *