આવતીકાલે 15 મી ઓગસ્ટની ઉજવણીની તૈયારી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે હાલમાં એક ખુબ દુખજનક ઘટના સામે આવી રહી છે. ગ્વાલિયરમાં શનિવારની એક ખુબ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગમાં 60 ફૂટની ઊંચાઈ પર લગાવવામાં આવેલ તિરંગાની દોરી બદલટી વખતે ક્રેનની ટ્રોલી પરથી 4 લોકો તેની બાજુમાં આવેલ પોસ્ટ ઓફિસની છત પર પટકાઈ ગયા હતા.
આ દુર્ઘટનામાં 3 લોકો મોતને ભેટ્યા હતા. જેમાં મનપાના 2 કર્મચારી તેમજ પોસ્ટ ઓફિસનો ચોકીદારનો સમાવેશ થાય છે, જ્યારે એક અન્ય વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી. આ દુર્ઘટના પછી મનપામાં કર્મચારીઓ તથા સ્થાનિકો રોષે ભરાયા હતા. ઘટનાસ્થળે પહોંચેલ પ્રભારી મુકુલ ગુપ્તાને રોષે ભરાયેલ ભીડમાં સામેલ વકીલ મનોજ શર્માએ થપ્પડ મારી દીધી હતી.
ક્રેનનો જેક તૂટવાને લીધે થઈ દુર્ઘટના
એવું જણાવવામાં આવ્યું છે કે, ક્રેનનો જેક તૂટવાને લીધે ક્રેનનું બેલેન્સ ખોરવાઈ જતા ટ્રોલી નીચે પડી ગઈ હતી. જેમાં સવાર 4 લોકો પોસ્ટ ઓફિસની છત પર પટકાઈ ગયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલના ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યા હતા પણ ડોકટર દ્વારા ત્રણેયને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા. તેમના નામ પ્રદીપ રજોરીયા, કુલદીત ડંડોતિયા તથા વિનોદ શર્મા છે.
કર્મચારીઓ રોષે ભરાયા, પોલીસ તહેનાત કરાઈ:
આ ઇમારત પર નિયમિત રીતે તિરંગો લહેરાતો રહે છે પણ સ્વતંત્રતા દિવસને લીધે તેની જૂની દોરી બદલી દેવામાં આવી રહી હતી. આ દુર્ઘટના પછી કર્મચારીઓ નારાજ થયા હતા તેમજ ખૂબ જ રોષે ભરાયા હતા. સુરક્ષાને ધ્યાનમાં લઈને ઘટનાસ્થળ પર પોલીસ તહેનાત કરી દેવામાં આવી હતી.
ફાયર અધિકારી સાથે પણ મારપીટ:
આ દુર્ઘટનાની જાણ થની સાથેતાં ફાયરના કર્મચારીઓએ JAH પહોંચી ગયા હતા. જ્યાં ફાયર અધિકારી ઉમંગ પ્રધાનની સાથે મારપીટ પણ કરવામાં આવી હતી. લોકો દ્વારા આરોપ લગાવી દેવામાં આવ્યા હતા કે, અનટ્રેન્ડ સ્ટાફ ક્રેન પર ચઢીને કામ કરી રહ્યો હતો.