‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની સુરક્ષાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય

મનોરંજન(Entertainment): કાશ્મીરી પંડિતોની કહાની પર આધારિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ(The Kashmir Files)’ આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી(Vivek Agnihotri) દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. જ્યાં એક તરફ લોકો આ ફિલ્મને પસંદ કરી રહ્યા છે તો ઘણા લોકો તેની વિરુદ્ધ પણ છે. આને ધ્યાનમાં રાખીને સરકારે વિવેક અગ્નિહોત્રીને સમગ્ર ભારતમાં CRPF કવર સાથે ‘Y’ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે.

Y કેટેગરીની સુરક્ષા શું છે:
ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ની ભલામણ પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય દર વર્ષે ચોક્કસ લોકોની સુરક્ષાની સમીક્ષા કરે છે. જોખમના સ્તરના આધારે, વિશિષ્ટ અને ખૂબ જ વિશેષ લોકોને વિવિધ સ્તરનું રક્ષણ આપવામાં આવે છે. દેશમાં VIP સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને અલગ-અલગ શ્રેણીની સુરક્ષા આપવામાં આવે છે. સરકારને એ નક્કી કરવાનો અધિકાર છે કે તે મોટા નેતાઓ અને અધિકારીઓને કેવા પ્રકારની સુરક્ષા આપશે.

ભારતમાં સુરક્ષા વ્યવસ્થાને વિવિધ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે. આમાં SPG સુરક્ષા, Z પ્લસ, Z, Y અને X શ્રેણીનો સમાવેશ થાય છે. Y વર્ગ સુરક્ષાનું ત્રીજું સ્તર છે. આ સુરક્ષા ઓછા જોખમવાળા લોકોને આપવામાં આવે છે. આમાં કુલ 11 સુરક્ષાકર્મીઓ સામેલ છે. જેમાં બે PSO (ખાનગી સુરક્ષા ગાર્ડ) અને એક-બે કમાન્ડો તૈનાત છે. દેશના મોટાભાગના લોકોને Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *