અંતિમ સંસ્કાર બાદ પાણીઢોળ પણ થઇ ગયું, અને 13 માં દિવસે આવ્યો ઘરે જીવતો પાછો આવ્યો યુવક

Viral News: આ ઘટના મધ્ય પ્રદેશના શ્યોપુર વિસ્તારમાં એક વિચિત્ર ઘટના બની હતી. જ્યાં એક પરિવારનો પુત્ર ઘરેથી ગુમ થયો હતો. આ જ પરિવારને અકસ્માતમાં યુવકની લાશ મળી હતી, જેમાં યુવકની ઓળખ થઈ શકી નથી. પરિવારના સભ્યોએ તે જ મૃતદેહને પોતાના પુત્રનો હોવાનું માનીને તેના અંતિમ સંસ્કાર પણ કરી દીધા. પંરતુ જ્યારે તેરમો કરવાનો વારો આવ્યો ત્યારે ગુમ થયેલ પુત્ર(Viral News) અચાનક પોતાના ઘરે પરત ફર્યો, જેને જોઈને લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

જો કે મૃત પામેલા દીકરાને જોઈ એકાએક દુઃખી પરિવારમાં ખુશીનો માહોલ ફરી વળ્યો હતો. જો કે આ પછી સવાલો ઉઠવા લાગ્યા હતા કે આ યુવક કોણ હતો જેના અંતિમ સંસ્કાર પરિવારજનોએ કર્યા હતા.

આખરે એ મૃતદેહ કોનું હતું?

ખરેખર, હાલમાં જ સોશિયલ મીડિયા પર એક અકસ્માતનો ફોટો રિલીઝ થયો હતો. જેમાં જણાવાયું હતું કે રાજસ્થાનના સવાઈ માધોપુર નજીક સુરવાલમાં એક અજાણ્યા યુવકનો ગંભીર અકસ્માત થયો હતો. શ્યોપુર જિલ્લાના લહચૌરાના દીનદયાલ શર્માના પરિવારને જ્યારે તસવીર સાથેના આ સમાચાર મળ્યા ત્યારે તેઓએ અકસ્માતમાં ઘાયલ થયેલા યુવકની ઓળખ તેમના પુત્ર સુરેન્દ્ર શર્મા તરીકે કરી.

પરિવારના સભ્યો ઉતાવળે શ્યોપુરથી જયપુર પહોંચ્યા. જ્યાં તેને સારવાર માટે રીફર કરવામાં આવ્યો હતો. જ્યારે પરિવાર જયપુર પહોંચ્યો ત્યારે ડોક્ટરે જણાવ્યું કે સુરેન્દ્રનું મોત થઈ ગયું છે. પોસ્ટમોર્ટમ પહેલા ઓળખ સહિતની તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ હોસ્પિટલ મેનેજમેન્ટ અને પોલીસે મૃતદેહ પરિવારના સભ્યોને સોંપ્યો હતો.

શું હતો સમગ્ર મામલો? 

સુરેન્દ્ર શર્માએ જણાવ્યું કે તે જયપુર શહેરમાં એક કપડાની ફેક્ટરીમાં સુપરવાઈઝર તરીકે કામ કરે છે. ગયા મહિને ઘરે રજા ગાળ્યા બાદ તે પોતાનું કામ કરવા જયપુર પાછો ગયો હતો. આ દરમિયાન તેનો મોબાઈલ ફોન બગડી ગયો હતો અને તે 2 મહિના સુધી તેના પરિવારનો સંપર્ક કરી શક્યો નહોતો. જેના કારણે પરિવારજનોએ તેની ઘણી શોધખોળ કરી હતી. ધીરે ધીરે પરિવારની આશા ઠગારી નીવડી. દરમિયાન અકસ્માતની ઘટના પરિવારના ધ્યાનમાં આવી હતી. તેમના અંતિમ સંસ્કાર પણ કર્યા.

જીવિત પરત ફરેલા સુરેન્દ્રની માતા કૃષ્ણા દેવી જણાવે છે કે તાજેતરમાં જ માહિતી મળ્યા બાદ અમારા ઘરના લોકોએ એક અજાણી લાશને સુરેન્દ્રની તરીકે ઓળખી કાઢી અને તેને ગામમાં લાવી અંતિમ સંસ્કાર કર્યા. જ્યારે તેણીને તેના પુત્રનો ફોન આવ્યો ત્યારે તેણીને વિશ્વાસ ન થયો પરંતુ હવે તે ખૂબ જ ખુશ છે.