છેલ્લા 14 દિવસથી ઉપવાસ પર બેઠેલા કિરીટભાઈ માકડિયાને આજથી સફળતા મળવાની શરૂઆત થઇ છે. કિરીટભાઈએ વિદ્યાર્થીઓની ફી અને વીજળી બિલ માફી માટે સરકાર સામે માંગ કરી છે. અને સરકાર જ્યાં સુધી વિદ્યાર્થીઓની ફી અને વીજળી બિલ માફ નહિ કરાવે ત્યાં સુધી કિરીટભાઈ ઉપવાસ પર બેઠેલા છે.
હાલ ગુજરાત રાજ્યમાં તાયફાઓને કારણે ચાલી રહેલી સરકાર કેવા-કેવા નિર્ણય લઇ રહી છે તે સમજ જ નથી આવતું. કારણ કે હાલના સમયમાં પરિસ્થતિ અનુરૂપ લોકોને માસ્ક દેવાને બદલે લોકો પાસેથી 200-200 રૂપિયાનો દંડ વસુલી રહી છે સાથે-સાથે લોકોને વીજળી બિલ અને સ્કુલ ફી ની માફી જોઈતી છે તો મોડી ભરવાની કહે છે. પણ ભરવાની ફરજીયાત કહી રહી છે.
પરંતુ સુરત આવ્યો નવો એક દાખલો સુરતમાં ચાલી રહેલા વીજબીલ માફી અને લોકડાઉં સમય ની સ્કુલ ફી માફી ના આંદોલન માં કે.કે.પટેલ કામરેજ દ્વારા કિરીટભાઈ ની મુલાકાત લેતા પોતાની ખાનગી શાળા ની 3 માસ ની સંપૂર્ણ ફી માફ કરી ને આ આંદોલન ને મોટું સમર્થન અપાયું.
હાલમાં મોટા ભાગ ની સ્કૂલો પોતાના સારા દેખાવમાં મશગુલ હતી ત્યારે કે.કે.પટેલ એ પોતાની શાળાની 3 મહિના ની સ્કુલ માફી નું એલાન કરી દીધું છે. કે.કે પટેલ સુરતમાં મોટું નામ જેણે કામ પણ એવું કર્યું છે કે સુરતની અન્ય ખાનગી શાળા નું માથું શરમ થી જુકી જાય. તેમજ તેમણે વચન આપેલ છે કે આવા સમાજ ઉપયોગી કામ માટે કે.કે.પટેલ હંમેશ માટે આગળ છે., હાજર સભ્ય, કે.કે.પટેલ, દિપકભાઈ પટેલ, કીર્તિભાઇ ગજેરા, કેતનભાઈ સોજીત્રા, વિજયભાઈ હિરપરા, રમેશ ભાદાણી, કાર્તિક હિરપરા. આ તમામ સભ્યો ત્યાં હાજર હતા. અને કિરીટભાઈના મનોબળને પ્રોત્સાહન આપી રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news