કર્ણાટક(Karnataka): JDS ધારાસભ્ય એમ. શ્રીનિવાસ(M. Srinivas)નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શ્રીનિવાસ સોમવારે નલવાડી કૃષ્ણરાજા વાડિયાર(Nalwadi Krishnaraja Wadiyar) ITI કોલેજના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. ત્યાં તેમણે કોલેજના પ્રિન્સિપાલ નાગાનંદ(Principal Naganand) સાથે કોમ્પ્યુટર લેબના વિકાસ અંગે પૂછપરછ કરી હતી. પરંતુ, તેઓ આ અંગે સાચી માહિતી આપી શક્યા ન હતા. જેનાથી નારાજ ધારાસભ્યએ પ્રિન્સિપાલને થપ્પડ મારી હતી.
View this post on Instagram
ધારાસભ્યના ગુસ્સાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોએ તેના પર નારાજગી વ્યક્ત કરી હતી. ઘણા યુઝર્સે પ્રિન્સિપાલને પોલીસમાં જાણ કરવાની સલાહ આપી હતી, જ્યારે ઘણાએ તેને MLAની ગુંડાગીરી ગણાવી હતી અને તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તે જ સમયે, કર્મચારી સંઘે આ ઘટના પર તાકીદની બેઠક બોલાવી હતી અને કહ્યું હતું કે, આ મામલે ધારાસભ્ય સામે કાર્યવાહી કરવામાં આવશે.
એમ. શ્રીનિવાસ પોતાના નિવેદનો પહેલા જ વિવાદ સર્જી ચુક્યા છે. તેમણે 2013ની લોકસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રામ્યા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારે શ્રીનિવાસે કહ્યું હતું કે, રામ્યાને એ પણ ખબર નથી કે તે ક્યાંની છે. તેઓને તેમની જાતિનું નામ પણ ખબર નથી. તે માંડ્યા અને અહીંના લોકોને કેવી રીતે સમજશે, જેઓ પોતાના વિશે નથી જાણતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.