કોલેજમાં ભણાવનારી 25 વર્ષની યુવતીને એક 27 વર્ષના વિવાહિત પુરુષે લગ્ન માટે ના પાડતાં જીવતી સળગાવી દીધી. આ ગોઝારી ઘટના મહારાષ્ટ્રના વર્ધાના હિંગનઘાટના નંદ ઓરી ચોકમાં સોમવારે સવારે સાત વાગ્યાની છે. પેટ્રોલ થી સળગાવ્યા બાદ પીડિતાને હાલત ગંભીર છે. પહેલા તેને જીલ્લા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી, ત્યારબાદ શિક્ષિકાને નાગપુર ખાતે આવેલા ઓરેન્જ સિટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. હાલમાં શિક્ષિકાની હાલત ગંભીર છે. શિક્ષિકા કોલેજ જઈ રહી હતી ત્યારે જ રસ્તા વચ્ચે આ શખ્સે ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પીડિત અને આરોપી બન્ને એક જ ગામના રહેવાસી છે. આ વિશે હિંગનઘાટ પોલીસે જણાવતા કહ્યું કે પીડિતાની ઉંમર ૨૪ વર્ષ છે. તે છેલ્લા સાત મહિનાથી એક વુમન્સ કોલેજ માં અભ્યાસ કરાવી રહી હતી.
પહેલા પણ ફિરાકમાં હતો આરોપી, સ્કૂટીમાંથી પેટ્રોલ કાઢીને લાવ્યો અને આગ ચાંપી દીધી
મળતી માહિતી પ્રમાણે, દરોદા ગામની રહેવાસી અંકિતા પિસુદે મહિલા કોલેજમાં શિક્ષિકા છે. તે સોમવારે સવારે લગભગ 7.15 વાગ્યે રોજની જેમ રોડવેઝ બસથી 75 કિમી દૂર કોલેજ જઈ રહી હતી. યુવતી બસમાંથી ઉતરી ત્યારે પહેલાથી હાજર આરોપી વિકેશ નાગરાલે(27) તેની સ્કૂટીમાંથી પેટ્રોલ કાઢીને અંકિતા પાસે આવ્યો હતો. અંકિતા કંઈ પણ સમજી શકે એ પહેલા વિકેશે તેની પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી ત્યાંથી ભાગી ગયો હતો. વિકેશ પણ દરોદા ગામનો રહેવાસી છે.
અંકિતાને સળગતી જોઈ આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને પાણી છાંટીને આગ ઓલવી હતી. ત્યારબાદ પીડિતાને સ્થાનિક હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાંથી તેને નાગપુર ખસેડવામાં આવી છે. હોસ્પિટલે જણાવ્યું કે, અંકિતાના શરીરનો 40 ટકા ભાગ દાઝી ગયો છે. પીડિતાને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.
આરોપી એક દીકરાનો બાપ, યુવતીએ પહેલા આપઘાતનો પ્રયાસ કર્યો હતો
વર્ધાના પોલીસ અધિક્ષક તેલીએ જણાવ્યું કે આરોપી વિકેશની તાલઘાટ ગામથી ધરપકડ કરાઈ છે. તેના લગ્ન થઈ ચુક્યા છે અને તેને 7 મહિનાનો દીકરો પણ છે. આરોપી અને અંકિતા પહેલા મિત્ર હતા, પરંતુ તેની હરકતોના કારણે બે વર્ષ પહેલા જ અંકિતાએ વિકેશ સાથે મિત્રતા તોડી દીધી હતી. તે અંકિતાને હેરાન કરતો હતો જેથી ગત વર્ષ પણ અંકિતાએ પોતાના ઘરમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.