દક્ષિણ કોરિયા: દક્ષિણ કોરિયાનો એક વ્યક્તિ રાતોરાત માલામાલ થઈ ગયો હતો. આ વ્યક્તિએ સેકન્ડ હેન્ડ એક કીમચી ફ્રિજ ખરીદ્યું હતું. ફ્રિજની તપાસમાં તેને માલુમ પડ્યું કે સેકન્ડ હેન્ડ ફ્રિજ સાથે તે $1,30,000 (આશરે 96 લાખ રૂપિયા)નો પણ માલિક બની ગયો છે.
દક્ષિણ કોરિયાના જેઉ આઈલેન્ડની આ ઘટના છે. આ ઘટના વાયુવેગે ફેલાઈ કારણ કે કીમચી ફ્રિજની અંદર અઢળક કેશ જોઈને આ વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ રોકડ ફ્રિજની નીચે ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકમાં હતી. 4 મહિના સુધી કીચમી નામનું મીટ સ્ટોર કરવા માટે દક્ષિણ કોરિયામાં લોકો કીમચી ફ્રિજનો ઉપયોગ કરતાં હોય છે.
આટલા બધા પૈસા જોઈને વ્યક્તિએ લાલચમાં આવવાને બદલે તેની જાણ પોલીસને કરવાનું વિચાર્યું હતું. આટલી મોટી રકમમાંથી એક પણ પૈસા લીધા વગર તેણે બધા પૈસા પોલીસને આપી દીધા હતા. પોલીસ તપાસમાં તેના અસલ માલિકની શોધ કરવામાં આવી રહી છે. કીમચી ફ્રિજના માલિકે પણ પૈસા પોલીસને પરત કરી દીધા હતા. મળતી માહિતી અનુસાર, દક્ષિણ કોરિયામાં બેંકમાં ઓછું વ્યાજ મળવાને કારણે ત્યાંના લોકો કીમચી ફ્રિજની નીચે રોકડ જમા રાખે છે. હાલ આ ક્રિમિનલ કેસ હોવાથી તમામ રોકડ પોલીસ પાસે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.